National

ભાજપના અનુરાગ ઠાકુરનો પલટવાર કહ્યું- મનીષ એટલે ‘કમાઈ કરો ઔર ચુપ રહો’.. Money Shh..

નવી દિલ્હી: (New Delhi) દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા (Manish Sisodia) પર વળતો પ્રહાર કરતા બીજેપી નેતા અનુરાગ ઠાકુરે (BJP Leader Anurag Thakur) કહ્યું કે જ્યારે મનીષ સિસોદિયા અને અરવિંદ કેજરીવાલને લીકર પોલીસીમાં ભ્રષ્ટાચાર દેખાયો તો લીકર પોલીસી જ પાછી ખેંચી લીધી. જો લીકર પોલીસી (Policy) સારી હતી તો તમે પાછી કેમ ખેંચી લીધી? તમે તમારા બચાવ માટે લીકર (Liquor) પોલીસી પાછી ખેંચી. બ્લેકલિસ્ટેડ કંપનીઓને કોન્ટ્રાક્ટ કેમ અપાયો? તેઓ ન તો સીબીઆઈ (CBI)ને જવાબ આપવા સક્ષમ છે કે ન તો તેઓ મીડિયાને જવાબ આપવા સક્ષમ છે. તેમણે કહ્યું કે આ આમ આદમી પાર્ટીની રેવડી સરકાર અને બેવડી સરકાર છે. તેમણે મનીષ સિસોદિયા પર પ્રહાર કરતા જણાવ્યું કે મનીષ સિસોદિયાએ તેમના નામનો સ્પેલિંગ બદલી નાંખ્યો છે. હવે તેમના નામનો સ્પેલિંગ Money Shh.. છે. એટલે કે કમાઈ કરો અને ચુપ રહો..

CBIના દરોડાને લઈને શનિવારે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની પ્રેસ કોન્ફરન્સ બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે AAP સરકારને ઘેરી હતી. તેમણે એક્સાઇઝ પોલિસીમાં ભ્રષ્ટાચારના મામલામાં કેજરીવાલને મુખ્ય કાવતરાખોર ગણાવ્યા હતા. સિસોદિયા પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે મનીષના બદલે હવે તેમનું નામ મની એસએચએચ (Money Shh) હશે. પ્રેસ કોન્ફરન્સમાં તેમની સાથે મનોજ તિવારી અને આદેશ ગુપ્તા પણ હાજર હતા.

અનુરાગ ઠાકુરે મીડિયાની સામે દારૂની નીતિને લઈને સવાલો ઉઠાવ્યા અને કહ્યું કે બ્લેકલિસ્ટેડ કંપનીઓ સામે શું કાર્યવાહી કરવામાં આવી. દારૂની નીતિ બરાબર હતી તો પાછી કેમ આવી? તેમણે કહ્યું કે આજે સિસોદિયાના સમીકરણો ઉડી ગયા. સિસોદિયા પ્રશ્નોના જવાબ આપી શક્યા ન હતા. ઠાકુરે કહ્યું કે મહિલા પત્રકારો કોઈ સવાલ પૂછે તો તેની સાથે અભદ્ર વ્યવહાર કરી ધમકી આપવાનું કામ કરવામાં આવે તેનાથી નિંદનીય વાત બીજી કોઈ ન હોઈ શકે. તેમણે કહ્યું, મહિલા સશક્તિકરણ તો દૂરની વાત છે, મહિલાઓને અપમાનિત કઈ રીતે કરાય તે આમ આદમી પાર્ટીએ કરી બતાવ્યું છે.

કદાચ નામનો સ્પેલિંગ પણ બદલાઈ ગયો છે – અનુરાગ ઠાકુર
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે મનીષ સિસોદિયાજીએ સંભવતઃ તેમના નામનો સ્પેલિંગ બદલ્યો છે. હવે તેમનું આગામી MO N E Y SHH સામે આવ્યું છે. તેમણે કહ્યું જો દારૂની નીતિ સાચી હતી તો તમે તેને પાછી કેમ લીધી? AAPની હાલત એવી હતી કે જો ચોરી દાઢીમાં તણખલો દેખાય તો બચવા માટે તેણે આખેઆખી દાઢી મુંડાવી નાખી. એવી જ રીતે જ્યારે મનીષ સિસોદિયા અને અરવિંદ કેજરીવાલે દારૂની નીતિમાં ભ્રષ્ટાચાર દેખાયો ત્યારે તેમણે દારૂની નીતિ પાછી ખેંચી લીધી.

કેજરીવાલ સિસોદિયાના સવાલોથી દૂર ભાગે છેઃ આદેશ ગુપ્તા
દિલ્હી બીજેપી અધ્યક્ષ આદેશ ગુપ્તાએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા સવાલોથી દૂર ભાગે છે. સિસોદિયાએ ઘણા સવાલોના જવાબ આપ્યા નથી. તેમણે જવાબ આપવા પડશે. તે દારૂના વેપારીઓ પ્રત્યે આટલા નરમ કેમ છે? જનતાના પૈસા દારૂ માફિયાઓને કેમ આપ્યા?

Most Popular

To Top