National

“જો તુ મોઢું બંધ નહિં રાખશે તો તારા 35 નહિં 70 ટુકડા કરી નાંખીશ”: મહારાષ્ટ્રનો ચોંકાવનારો કિસ્સો

નવી દિલ્હી: દિલ્હીના (Delhi) શ્રદ્ઘા હત્યાકાંડે સમગ્ર દેશમાં સનસનાટી ફેલાવી છે ત્યાં હવે મહારાષ્ટ્રમાંથી (Maharastra) એક એવો કિસ્સો સામે આવ્યો છે જેણે ફરી એકવાર શ્રદ્ધા વલ્કરની હત્યાનો (Murder) કિસ્સો યાદ અપાવી દીઘો છે. મહારાષ્ટ્રમાં લિવઈનમાં રહેતા પાર્ટનરે યુવતીને તેની શ્રદ્ધા જેવી હાલત કરી દેશે તેવી ધમકી આપી છે. આ અંગે યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં યુવતીએ જણાવ્યું છે કે તેનો પાર્ટનર તેની સાથે મારપીટ કરતો હતો તેમજ તેણે યુવતીને તેનું મોઢું બંધ રાખવા માટે તેમજ જો પોલીસને ફરિયાદ કરશે તો તેનાં 70 ટુકડા કરી દેવાની ધમકી પણ આપી છે.

યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે તે અરશદ સલીમ મલિક નામના યુવક સાથે જુલાઈ 2021થી લિવઈનમાં રહેતી હતી. વઘારામાં તેણે જાણકારી આપતા કહ્યું હતું કે તેના લગ્ન 4 એપ્રિલ 2016માં થયા હતા તેમજ 2017માં તેણે એક છોકરાને પણ જન્મ આપ્યો હતો. 2019માં એક દુર્ધટનામાં તેણીના પતિનું મોત થઈ ગયું ત્યાર પછી તેણીની મુલાકાત એક એકેડમીમાં અરશદ સલીમ મલિક કે જેણે પોતાની ઓળખ હર્ષલ માળીના નામે આપી હતી તેનાથી થઈ હતી.

મુલાકાતના થોડા સમય પછી હર્ષલ માળી ઉર્ફે અરશદ સલીમ મલિક યુવતીને લલિંગ ગામ પાસે આવેલા એક જંગલમાં લઈ ગયો અને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. આ ઉપરાંત તેણે આ અંગેનો એક વીડિયો પણ બનાવી લીધો હતો તેમજ ઘમકી આપી હતી કે તે તેની સાથે લિવઈનમાં રહે. યુવતીએ ફરિયાદ કરતા જણાવ્યું તે તેનું જબરદસ્તીથી ઘર્મપરિવર્તન કરવામાં આવ્યું હતું. તેમજ તેણીના છોકરાનું પણ જબરદસ્તીથી ઘર્મપરિવર્તન કરવાની કોશિશ કરવામાં આવી હતી. આ ઉપરાંત તેણીએ 26 ઓગસ્ટ 2022નાં રોજ બીજા એક બાળકને જન્મ આપ્યો હતો. આ દરમ્યાન તેની ઉપર ધણાં અત્યાચાર કરવામાં આવતા હતા જો કે તેણે તેનો વિરોધ નોંધાવતા અરશદે તેણીને દિલ્હીનો શ્રદ્ધા વાલ્કરનો હત્યાકાંડની યાદ અપાવી દીધી હતી તેમજ કહ્યું હતું તે જો તે આડાઈ કરશે તો તેના 35 નહિં 70 ટુકડા કરવામાં આવશે. પીડિતાએ પોતાની વ્યથા જણાવતા કહ્યું કે અરશદને તેણે પોતાના સોનાના દાગીના તોડાવવાની ના પાડી તો તેણે તેણીને સાઈલન્સરથી દઝાડી હતી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

Most Popular

To Top