National

દિલ્હીથી લેહ જતી ઇન્ડિગો ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, 180 જેટલા મુસાફરો સવાર હતા

તા.19જૂન 2025ના રોજ ગુરુવારે સવારે દિલ્હીથી લેહ જતી ઇન્ડિગોની ફ્લાઇટ 6E 2006ને ટેકનિકલ ખામીને કારણે દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવવી પડી. વિમાનમાં ક્રૂ મેમ્બર્સ સહિત લગભગ 180 મુસાફરો સવાર હતા. તમામને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ઇન્ડિગો એરલાઇન્સે હજુ સુધી ટેકનિકલ સમસ્યા વિશે કોઈ વિગતવાર માહિતી આપી નથી.

અમદાવાદમાં થયેલા અકસ્માત બાદ દેશમાં વિમાનોનું ઇમરજન્સી લેન્ડિંગ સતત જોવા મળી રહ્યું છે. તા 18જૂન 2925ના રોજ ગુરુવારે સવારે દિલ્હીથી લેહ જતી ઇન્ડિગો ફ્લાઇટ 6E 2006ને ટેકનિકલ કારણોસર ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. ફ્લાઇટમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે. લેહ પહોંચતા પહેલા થોડીવારમાં ટેકનિકલ ખામી જોવા મળી હતી. લેહ પહોંચ્યા પછી તરત જ વિમાન પાછું આવ્યું અને દિલ્હીમાં સુરક્ષિત રીતે લેન્ડિંગ કર્યું. હાલમાં, તે ટેકનિકલ ખામી અંગે કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી.

આ પહેલા તા.2 જૂન 2025ના રોજ રાંચીમાં ઇન્ડિગોનું એક વિમાન ગીધ સાથે અથડાયું હતું, જેના કારણે ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. પટનાથી કોલકાતા વાયા રાંચી જતી ફ્લાઇટ લગભગ 3-4 હજાર ફૂટની ઊંચાઈ પર હતી. તે સમયે એક ગીધ તેની સાથે અથડાયું હતું. આ ઇન્ડિગો ફ્લાઇટમાં ક્રૂ મેમ્બર સહિત 175 મુસાફરો સવાર હતા. પક્ષી સાથે અથડાયા બાદ મુસાફરો ગભરાઈ ગયા હતા. વિમાનના ક્રૂ મેમ્બરોએ તેમને આશ્વાસન આપ્યું. પાયલોટે સતર્કતા બતાવી અને રાંચીના બિરસા મુંડા એરપોર્ટ પર વિમાનને સુરક્ષિત રીતે લેન્ડ કર્યું.

જોકે, બાદમાં એન્જિનિયરોની ટીમે ટક્કરને કારણે વિમાનને થયેલા નુકસાનનું મૂલ્યાંકન કર્યું હતું . રાંચીના બિરસા મુંડા એરપોર્ટ પર પક્ષીઓને કારણે વિમાનની ઉડાન ખોરવાઈ હોવાની આ પહેલી ઘટના નથી. તા8મે 2025ના રોજ પણ દિલ્હી-રાંચી એર ઇન્ડિયા એક્સપ્રેસ IX 116માં કબૂતર પાંખમાં ફસાઈ જવાને કારણે ખામી સર્જાઈ હતી. લેન્ડિંગ પછી ટેકનિકલ ખામી શોધી કાઢવામાં આવી હતી.

Most Popular

To Top