Surat Main

દિલ્હીના કયા મંત્રીનો સુરત પ્રવાસ રદ થતાં સોશિયલ મીડિયા પર ટીખળોનું ઘોડાપૂર

surat : ભાજપમાંથી ( bhajap) મોટી સંખ્યામાં કાર્યકરો આપમાં જોડાઇ રહ્યા છે. ત્યારે તાજેતરમાં કેજરીવાલની ( kejriwal) હાજરીમાં પત્રકાર ઇશુદાન ગઢવી આપમાં જોડાયા બાદ ગૂરૂવારે આપના ( aap) મોટા નેતા અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયા ( manish sisodiya) સુરત આવનાર હતા અને તેની હાજરીમાં સુરતમાંથી મોટા માથાઓ આપમાં જોડાવાની ચર્ચા હતી. ત્યારે અચાનક શિક્ષણ મંત્રીની સુરતની મુલાકાત તેમની ખરાબ તબિયતના કારણે રદ્દ થતાં અનેક તર્ક-વિતર્ક ઉભા થયા છે. તેમજ મુલાકાત રદ્દ થતાં ભાજપ તરફી અને આપ તરફી કોમેન્ટનો સોશિયલ મીડિયામાં social media) વરસાદ વરસી રહ્યો છે.

મનીષ સિસોદીયાની મુલાકાતને લઇને આપના કાર્યકરો ઉત્સાહમાં અને ભાજપના નેતાઓ ટેન્શનમાં હતા, ત્યારે મનીષ સિસોદીયા આવવાના નથી તેવું ટ્વીટ થયા બાદ એવી ચર્ચા ઉઠી હતી કે જે લોકો આપમાં જોડાવાના હતા. તેણે છેલ્લી ઘડીએ ના કહી દેતા તબિયત બગડી હોવાના બહાને આ પ્રવાસ પડતો મુકાયો છે. આ સાથે સોશિયલ મીડિયામાં કોમેન્ટ થઈ રહી છે કે, ‘મંડપ, નવવધુ તૈયાર હતા પરંતુ વરરાજા જાન લઈને આવ્યા જ નહીં, આ ઉપરાંત અન્ય કોમેન્ટ એવી પણ છે કે, પક્ષમાં જોડાનાર મુખ્ય ચર્ચિત ચહેરાનું ઓરિજનલ ચરિત્ર જાણી લીધું લાગે છે. જે ઉજળા કામ પાછળ બુરા કામ ઢાંકી દે છે અને તડીપારની નજીક હતા.

જ્યારે આપની તરફેણમાં પણ અનેક કોમેન્ટ થઈ રહી છે. જેમાં આગામી દિવસોમાં ફરીથી કાર્યક્રમ થશે અને ગુજરાતના દસ મોટા માથા આપમાં જોડાશે તેવું લખાયું છે. તો કોઈએ એવી પણ કોમેન્ટ કરી છે કે કાલે સુરતમાં રાહુલ ગાંધી છે એટલે સિસોદીયાને પબ્લિસીટી નહીં મળે એટલે કાર્યક્રમ રદ્દ થયો છે. આમ મનીષ સીસોદીયાની સુરતની મુલાકાત જેટલી ચર્ચામાં હતી તેના કરતાં વધુ ચર્ચા તેઓની મુલાકાત રદ્દ થતાં થઈ રહી છે.

Most Popular

To Top