Gujarat

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ 3 જુલાઈએ ગુજરાતની મુલાકાતે, વીજળી આંદોલનમાં જોડાવવાની શક્યતા

અમદાવાદ: ગુજરાતમાં (Gujarat) વિધનાસભાની ચૂંટણીને (Election) લઈને તમામ રાજકીય પાર્ટીએ (Party) તૈયારી શરૂ કરી દીધી. મતદારોને રિજાવવા માટે તમામ પાર્ટીઓ મેદાનમાં ઉતરી છે. ત્યારે ગુજરાતમાં ભાજપને (BJP) ટક્કર આપવામાં માટે આમ આદમી પાર્ટીએ (AAP) તૈયારીઓ શરૂ કરી દીધી છે. આવતીકાલે એટલે કે 3 જુલાઈ આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના સીએમ (Delhi CM) અરવિંદ કેજરીવાલ (Arvind kejriwal) અમદાવાદની મુલાકાતે લે તેવી શક્યતાઓ છે. પીએમ મોદી અને ગૃહપ્રધાન અમિત શાહએ હાલમાં જ ગુજરાતની મુલાકાત લીધી હતી. ત્યારે આપના નેતા પણ ગુજરાતની મુલાકાત આવી શકે છે. તો બીજી તરફ પીએમ મોદી પણ 4 જુલાઈ ગુજરાતની મુલાકાત લેશે તેવી માહિતી મળી રહી છે.

ગુજરાતમાં હવે ભાજપ-કોંગ્રેસ નહીં પણ ભાજપ-આપ સામ સામે હોય તેવું દેખાઈ રહ્યું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મેદાનમાં પ્રથમ વખત ઉતરી રહેલી આમ આદમી પાર્ટી ભાજપને ટક્કર આપવા માટે તૈયારી શરૂ કરી દીધી છે. 3 જુલાઈએ ફરી એકવાર દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અમદાવાદ ખાતે આવી શકે છે. રાજ્યમાં આમ આદમી પાર્ટી દ્વારા ચાલતા વીજળી આંદોલનમાં કેજરીવાલ જોડાઈ તેવી શક્યતાઓ છે. અમદાવાદ અને તેના આસપાસના વિસ્તારમાં તેઓ જાહેરસભા સંબોધી શકે છે. આ અગાઉ પણ અરવિંદ કેજરીવાલે મહેસાણામાં જનસભાનું સંબોધન કર્યું હતું.

ગાંધીનગરમા મહાત્મા ગાંધી મંદિર ખાતે ડિઝિટલ ઈન્ડિયા વિકનું 4 જૂલાઈથી 7 જૂલાઈ વચ્ચે આયોજન કરવામાં આવ્યું છે. ડિઝિટલ ઈન્ડિયા વિકનું ઉદ્ઘાટન કરવા માટે પીએમ મોદી ગુજરાત આવી રહ્યા છે. આ કાર્યક્રમની તૈયારીએ પૂરજોશમાં ચાલી રહી છે. આ કાર્યક્રમની થીમ ‘Catalyst the Technology of New India’ છે. આ કાર્યક્રમ દરમિયાન, મોદી ટેક્નોલોજી સુધી પહોંચ વધારવા, જીવનને સરળ બનાવવા માટે સેવા વિતરણને સુવ્યવસ્થિત કરવા અને સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવાના હેતુથી ઘણી ડિજિટલ પહેલો શરૂ કરશે. વડાપ્રધાન મોદી ‘ડિજિટલ ઈન્ડિયા ભાષિની’ પણ લોન્ચ કરશે, જે ભારતીય ભાષાઓમાં ઈન્ટરનેટ અને ડિજિટલ સેવાઓની સરળ ઍક્સેસને સક્ષમ કરશે. આમાં વૉઇસ આધારિત એક્સેસનો સમાવેશ થાય છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમતિ શાહ હાલ બે દિવસીય ગુજરાતના પ્રવાસે છે. તેઓ શુક્રવાર અને શનિવાર એમ બે દિવસ માટે ગુજરાતમાં રોકાયા છે. અમિતા શાહે શુક્રવારે અમદાવાદ- ગાંધીનગર જિલ્લામાં વિવિધ કાર્યક્રમમાં હાજરી આપી હતી.  તેમજ શનિવારે 9 વાગ્યે અમદાવાદ હેબતપુર ખાતે 1 લાખ વૃક્ષો વાવવાના અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. ચાંદલોડિયા રેલવે સ્ટેશન ખાતે વિવિધ કાર્યક્રમો યોજાશે.

ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી મહાન સ્વાતંત્ર્ય સેનાની અલ્લુરી સીતારામ રાજુની વર્ષભર ચાલતી 125મી જન્મજયંતિ ઉજવણીના ઉદ્ઘાટન માટે સોમવારે આંધ્રપ્રદેશના ભીમાવરમની મુલાકાત લેશે. અને ત્યાર બાદ સાંજે 4.30 કલાકે ગાંધીનગરમાં ડિજિટલ ઈન્ડિયા વીક 2022નું ઉદ્ઘાટન કરશે.

Most Popular

To Top