National

કેન્દ્રીય ગૃહ મંત્રાલયની દિલ્હી સરકારના બજેટને મંજૂરી

નવી દિલ્હીઃ (New Delhi) કેન્દ્રએ મંગળવારે દિલ્હી સરકારના (Delhi Government) બજેટને (Budget) મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પણ આ માહિતી દિલ્હી સરકારને આપી છે. આ સાથે દિલ્હીનું બજેટ રજૂ કરવાનો રસ્તો પણ મોકળો થઈ ગયો છે. મંત્રાલયે આ માહિતી દિલ્હી સરકારને પણ આપી છે. આ સાથે દિલ્હી સરકારનું જે બજેટ આજે રજૂ થઈ શક્યું નથી તે 22 અથવા 23 માર્ચે રજૂ થવાની શક્યતા છે. તમને જણાવી દઈએ કે દિલ્હી વિધાનસભાના (Assembly) હાલના કાર્યકાળનો સમય 23 માર્ચ સુધી છે.

કાયદા દ્વારા દિલ્હી સરકાર વિધાનસભામાં રાષ્ટ્રપતિની મંજૂરી પછી જ વાર્ષિક બજેટ રજૂ કરે છે. આ પ્રસ્તાવ લેફ્ટનન્ટ ગવર્નર મારફતે કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રપતિને મોકલવામાં આવે છે. આ વર્ષે દિલ્હી સરકાર 21 માર્ચે વિધાનસભામાં બજેટ રજૂ કરવાની હતી. તેની ફાઇલ મહિનાની શરૂઆતમાં લેફ્ટનન્ટ ગવર્નરને મોકલવામાં આવી હતી.

આ દરમિયાન એક મોટા સમાચાર પણ સામે આવ્યા છે. ભાજપના ધારાસભ્ય વિજેન્દર ગુપ્તાને આગામી બજેટ સત્ર સુધી ગૃહની બહાર કરી દેવામાં આવ્યા છે. એટલેકે એક વર્ષ માટે તેમને સદનમાંથી બરખાસ્ત કરી દેવાયા છે. AAP ધારાસભ્ય સંજીવ ઝાએ પ્રસ્તાવ મૂક્યો હતો કે વિજેન્દ્ર ગુપ્તાને કોઈપણ કારણ વગર વારંવાર ગૃહની કાર્યવાહીમાં ખલેલ પહોંચાડવા બદલ એક વર્ષ માટે ગૃહમાંથી હાંકી કાઢવા જોઈએ. સ્પીકરે આ પ્રસ્તાવ પર સભ્યોનો અભિપ્રાય માંગ્યો અને બહુમતીના આધારે વિજેન્દર ગુપ્તાને એક વર્ષ માટે ગૃહમાંથી હાંકી કાઢવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ પહેલા દિલ્હીના બજેટ અંગે સોમવારે CM કેજરીવાલે આરોપ લગાવ્યો હતો કે કેન્દ્ર સરકારે દિલ્હીનું બજેટ રોકવાનો પ્રયાસ કર્યો છે. કેજરીવાલે કહ્યું કે દેશના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે જ્યારે દિલ્હીમાં બજેટ રજૂ કરવાના એક દિવસ પહેલા કેન્દ્રએ તેના પર પ્રતિબંધ લગાવી દીધો છે. જોકે AAPના આરોપો પર દિલ્હી રાજ નિવાસ તરફથી પણ પ્રતિક્રિયા આવી હતી. એક સ્પષ્ટતામાં કહેવામાં આવ્યું છે કે એલજીએ 9 માર્ચે ચોક્કસ અવલોકનો સાથે વાર્ષિક નાણાકીય નિવેદન (બજેટ) 2023-2024ને મંજૂરી આપી હતી અને ફાઇલ મુખ્યમંત્રીને મોકલી હતી. ત્યારબાદ દિલ્હી સરકારે ગૃહ મંત્રાલયને પત્ર મોકલીને રાષ્ટ્રપતિની મંજૂરી માંગી હતી. ગૃહ મંત્રાલયે 17 માર્ચે દિલ્હી સરકારને તેની ટિપ્પણીઓ અંગે જણાવ્યું હતું.

Most Popular

To Top