National

કેજરીવાલની દિલ્હીના ઓટો ડ્રાઈવરોને ગિફ્ટ, બાળકોના કોચિંગનો ખર્ચ અને દીકરીના લગ્ન પર 1 લાખ રૂપિયા

દિલ્હીમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીએ મોટી જાહેરાત કરી છે. અરવિંદ કેજરીવાલે ઓટો ચાલકોને પાંચ મોટી ગેરંટી આપી છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં ઓટો માલિકો માટે વીમો હશે. ઓટો ડ્રાઈવરને 10 લાખ રૂપિયા સુધીનો વીમો મળશે. દિકરીના લગ્ન પર 1 લાખ રૂપિયા આપવામાં આવશે.

દિલ્હીની ‘આપ’ સરકારે ઓટો ચાલકોને ખૂબ જ સારા સમાચાર આપ્યા છે. સરકારે દિલ્હીના ઓટો ડ્રાઈવરો માટે પોતાની તિજોરી ખોલી દીધી છે. સરકારે જાહેરાત કરી છે કે હવે સરકાર દિલ્હીના ઓટો ડ્રાઈવરની દીકરીઓને તેમના લગ્ન પર 1 લાખ રૂપિયા આપશે. હોળી અને દિવાળી જેવા પ્રસંગોએ તેમના યુનિફોર્મ માટે 2500 રૂપિયા આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે. આ સિવાય દિલ્હી સરકારે પોતાનું મોટું દિલ બતાવ્યું છે અને ઓટો માલિકો માટે 5 લાખ રૂપિયાનો અકસ્માત વીમો અને 10 લાખ રૂપિયાનો જીવન વીમો આપવાનું વચન આપ્યું છે. સરકારે ઓટો ચાલકો અને તેમના પરિવારજનોની સંપૂર્ણ કાળજી લીધી છે. જેમાં દિલ્હી સરકારે ઓટો ડ્રાઇવર્સના બાળકોને ફ્રી કોચિંગ આપવાનું વચન આપ્યું છે અને પૂછો એપને ફરીથી શરૂ કરવાનું કહ્યું છે.

ઓટો ડ્રાઈવરો પર ગિફ્ટ વરસાવતા આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે કહ્યું કે ઓટો ડ્રાઈવરો સાથે મારો સંબંધ ઘણો જૂનો છે. જ્યારે કોંગ્રેસ સરકાર ઓટો ચાલકોને કોસતી હતી ત્યારે હું પહેલો નેતા હતો જેણે રામલીલા મેદાનમાં ઓટો ડ્રાઈવરો સાથે મીટીંગ કરી હતી. ગઈકાલે પણ મેં ઓટો ડ્રાઈવરો સાથે બેઠક કરી હતી. ત્યારપછી ઓટો ડ્રાઈવર નવનીતે મને તેના ઘરે ડિનર માટે બોલાવ્યો હતો. અરવિંદ કેજરીવાલ પત્ની સુનીતા સાથે મંગળવારે ન્યૂ કોંડલીમાં એક ઓટો ડ્રાઈવરના ઘરે પહોંચ્યા હતા. જ્યાં તેઓ જમ્યા હતા. આ પહેલા કેજરીવાલ ઓટો ડ્રાઈવરોને મળ્યા હતા.

Most Popular

To Top