National

શહીદ ભગતસિંહ સાથે કેજરીવાલનો ફોટો લગાડવાને લઈ ભગત સિંહના પૌત્ર ગુસ્સે ભરાયા, કહી આ વાત

નવી દિલ્હીઃ (New Delhi) આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓમાં ઘટાડો થવાના સંકેત દેખાઈ રહ્યા નથી. એક તરફ અરવિંદ કેજરીવાલ (Arwind Kejriwal) જેલના સળિયા પાછળ છે તો બીજી તરફ શહીદ ભગત સિંહ (Shaheed Bhagat Singh) અને આંબેડકરની સાથે તેમની તસવીર લગાવવામાં આવતા હોબાળો થઈ રહ્યો છે. આ મામલે શહીદ ભગત સિંહના પૌત્ર યાદવેન્દ્ર સિંહનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે કોઈ પણ રાજનેતાએ પોતાની તુલના ભગત સિંહ કે બાબા સાહેબ સાથે ન કરવી જોઈએ.

શહીદ ભગત સિંહ અને બાબા ભીમરાવ આંબેડકરની તસવીરો સાથે અરવિંદ કેજરીવાલની તસવીર લગાવ્યા બાદ ભગત સિંહના પૌત્ર યાદવેન્દ્ર સિંહે આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે આજે સુનીતા કેજરીવાલ જીનો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયો જોયા પછી મને ખૂબ જ ખરાબ લાગ્યું અને ખૂબ જ અફસોસ થયો. તે વીડિયોની અંદર ભગત સિંહ અને બાબા સાહેબ આંબેડકરના ફોટા સાથે અરવિંદ કેજરીવાલનો ફોટો મૂકવામાં આવ્યો હતો.

તેમણે કહ્યું કે મને ખૂબ જ ખરાબ લાગ્યું કે અરવિંદ કેજરીવાલની સરખામણી શહીદ-એ-આઝમ ભગત સિંહ અને બાબા સાબેહ આંબેડકર સાથે કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. હું કહેવા માંગુ છું કે આમ આદમી પાર્ટીએ આવું ન કરવું જોઈએ. કોઈ પણ રાજનેતાએ પોતાની સરખામણી શહીદ ભગતસિંહ અને બાબા સાહેબ આંબેડકર જેવી મહાન વિભૂતિઓ સાથે ન કરવી જોઈએ. આપણે તેમના દ્વારા બતાવેલ માર્ગ પર ચાલવાનો પ્રયાસ કરી શકીએ છીએ પણ તેમની સરખામણી નહીં. મને સમગ્ર ભારતમાંથી પ્રતિસાદ મળી રહ્યો છે. જેઓ ભગતસિંહ અને બાબા ભીમરાવ આંબેડકરના પ્રેમી છે તેઓને ખૂબ જ ખરાબ લાગ્યું કે અરવિંદ કેજરીવાલની સરખામણી ભગતસિંહ અને આંબેડકર સાથે કરવામાં આવી છે.

Most Popular

To Top