Entertainment

દીપવીરના રોમેન્ટિક ફોટા પર આવી ફની કમેન્ટ્સ, યુઝર્સે કહ્યું- લાગે રણવીરને કબાટની ચાવી મળી ગઈ…

મુંબઈ: બોલિવૂડ (Bollywood) સ્ટાર રણવીર સિંહ (Ranveer Singh) છેલ્લા કેટલાક દિવસોથી પોતાના ન્યૂડ ફોટોશૂટને (Bold Photo shoot ) કારણે ચર્ચામાં છે. રણવીરે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કપડા વગરની તેની તસવીરો શેર કરી ત્યારથી અભિનેતા ચર્ચાનો વિષય બન્યો છે. જો કે કેટલાક બોલિવૂડ સેલેબ્સ તેનો બચાવ કરી રહ્યા છે તો બીજી તરફ ફેન્સ તેના નવા ફોટોશૂટ માટે તેને ટ્રોલ (Troll) કરી રહ્યા છે. ત્યારે હવે દીપિકા પાદુકોણે (Deepika Padukone ) પોતાના પતિ રણવીર સિંહ સાથે નવા ફોટા શેર કરીને હંગામો મચાવી દીધો છે. દીપિકા અને રણવીરની રોમેન્ટિક તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. બોલ્ડ બાદ રણવીરના આ સંસ્કારી લુકને જોઈને ફેન્સ દીપિકાની પોસ્ટ પર ફની કોમેન્ટ કરી રહ્યા છે.

ચાહકોએ કહ્યું- જ્યાં સુધી મામલો ઠંડો ન પડે ત્યાં સુધી..
ફેન્સ દીપિકા અને રણવીરની તસવીરો પર કોમેન્ટ કરીને તેમના લુકના વખાણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘થોડા દિવસો સુધી મામલો ઠંડો ન થાય ત્યાં સુધી…રણવીર ભાઈને માત્ર કુર્તા-પાયજામામાં જ રહેવા દો.’ અન્ય એક યુઝરે કોમેન્ટ સેક્શનમાં લખ્યું, ‘ચાલો, એવું લાગે છે કે બંનેને પોતપોતાના કબાટની ચાવી મળી ગઈ છે.’ તે જ સમયે, એક પ્રશંસકે લખ્યું, ‘ આખા કપડાંમાં કેટલો સારો લાગે છે, ને રણવીર’.

યુઝર્સે કહ્યું- ન્યૂડ તસવીર બાદ સંસ્કારી પુત્ર
તમને જણાવી દઈએ કે દીપિકા સાથે રેમ્પ વોક કરતી વખતે રણવીર સિંહ તેની માતા પાસે ગયો હતો. અભિનેતાએ પહેલા તેની માતાના પગને સ્પર્શ કરી આશીર્વાદ લીધા અને ત્યાર બાદ તેમને ચુંબન પણ કર્યું હતું. એક તરફ લોકોને રણવીરના મમી બોયનો આ અવતાર ખૂબ પસંદ આવી રહ્યો છે. તો કેટલાક યુઝર્સે તેને આ માટે ટ્રોલ પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘ઓવર એક્ટિંગની દુકાન … બસ દેખાડો કરો.’ બીજી તરફ અન્ય એક યુઝરે કમેન્ટ કરી હતી કે, ‘ ન્યૂડ તસવીર બાદ સંસ્કારી પુત્ર’.

ચાહકોએ કહ્યું- મમ્મી-પપ્પા
આટલું જ નહીં, ચાહકોએ કોમેન્ટ કરીને કપલને છોટા રણવીર કે છોટા દીપિકા જલ્દી આપવાની માંગ પણ કરી છે. કેટલાક લોકોએ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની રોમેન્ટિક તસવીરો પર પ્રતિક્રિયા આપતા ‘મમ્મી અને પપ્પા’ લખ્યું છે. તમને જણાવી દઈએ કે દીપિકા-રણવીરના લગ્નને ચાર વર્ષ પૂરા થઈ ગયા છે. બંનેએ 14 નવેમ્બર 2018ના રોજ ઈટાલીમાં કોંકણી અને પછી સિંધી રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા.

Most Popular

To Top