Vadodara

દીપક નાઇટ્રેટ કંપનીમાં ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી વિભાગે ક્લોઝર નોટિસ ફટકારી

વડોદરા : દીપક નાઇટ્રેટ કંપની જ્યાં સુધી સ્ટ્રક્ચર સ્ટેબિલિટિ રિપોર્ટ રજૂ નહી કરે ત્યાં સુધી કંપનીમાં તમામ પ્રકારનું કેમિકલ સંલગ્ન ઉત્પાદન બંધ કરવાના હૂકમ થતાં નંદેસરી જીઆઇડીસી એકમ મા હડકંપ મચી ગયો છે. વડોદરા નજીક આવેલી દીપક નાઇટ્રેટ કંપનીમાં ગુરુવારે સાંજે 6 વાગે એકાએક ધડાકા ભેર ફાટી નિકળેલ ભીષણ આગ ની દુર્ઘટના ની તંત્રએ તપાસ હાથ ધરી છે. દીપક નાઇટ્રેટ કંપનીમાં ગુરુવારે છ વાગે આગ લાગવાની ઘટના બાદ જિલ્લા વહીવટીતંત્રના વિવિધ વિભાગોના અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતાં અને તપાસ હાથ ધરી હતી.

ફાયર બ્રિગેડ દ્વારા ભારે જહેમત બાદ પરોઢિયે 3 વાગે આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. આ અંગે જિલ્લા કલેક્ટરના આદેશની ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ દ્વારા તપાસ શરૃ કરવામાં આવી હતી.. 48 કલાકમાં સમગ્ર ઘટના અંગેનો રિપોર્ટ કલેક્ટરને સોંપવાના આદેશ છૂટયા હતા. આ અંગે જિલ્લા કલેક્ટરના આદેશની ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ દ્વારા તપાસ શરૃ કરવામાં આવી હતી જે આજે પૂર્ણ થયા બાદ ઘટના અંગેનો વિગતવાર રિપોર્ટ કલેક્ટરને સોંપવાનો છે.

જો કે તે દરમિયાન ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી એન્ડ હેલ્થ ડિપાર્ટમેન્ટના આસિસ્ટન્ટ ડાયરેક્ટર બી.આર. પ્રજાપતિએ જણાવ્યું હતું કે ઘટનાની પ્રાથમિક તપાસમાં ગંભીરતા જણાતા જ કાયદા મુજબ કંપનીને ક્લોઝર નોટિસ આપવામાં આવી છે. અને કંપની દ્વારા જ્યાં સુધી સ્ટ્રક્ચર સ્ટેબિલિટિ રિપોર્ટ રજૂ નહી કરે ત્યાં સુધી કંપનીને બંધ રાખવાના આદેશો આપી દેવાયા છે.તેમજ કંપનીમાં કોઇપણ પ્રકારનું ઉત્પાદન કરી શકાશે નહી. તેમ જ આગ ક્યાં કારણોસર લાગી તેની પણ અમે તપાસ કરી રહ્યા છે તેની પણ ઉંડી તપાસ ચાલી રહી છે તેવું જણાવ્યુ હતુ.પરંતુ પ્રચંડ આગનું ચોક્કસ કારણ હજી જાણવા મળ્યું નથી.

Most Popular

To Top