Gujarat

ગુજરાત રાજ્યમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં 18537 ઓરડાઓની ઘટ

GANDHINAGAR : રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં 18537 ઓરડા ( CLASSROOMS ) ઓની ઘટ હોવાનું ગુજરાત વિધાનસભામાં રાજ્ય સરકારે સ્વીકાર કર્યો છે. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ ( CONGRESS ) ના સભ્યો દ્વારા પૂછાયેલા પ્રશ્નના લેખિત જવાબમાં શિક્ષણ મંત્રીએ રાજ્યમાં ઓરડાઓની ઘટ છે, એમ જણાવ્યું હતું.
શિક્ષણ મંત્રીએ આપેલા જવાબ મુજબ સરકારી પ્રાથમિક શાળાઓમાં 16008 ઓરડાઓની ઘટ થઈ એટલે કે વર્ષ 2015માં ઓરડાઓની ઘટ હતી, તે વધીને 2018માં ડબલ જેટલી થઈ ગઈ છે. રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં 18537 ઓરડાઓની ઘટ છે. વર્ષ 2019- 2020માં રાજ્યમાં માત્ર 994 આરોડા બનાવવામાં આવ્યા છે. કોંગ્રેસે આક્ષેપ કરતા કહ્યું હતું કે જો વિકાસ આવી જ ગતિથી આગળ વધશે, તો હાલના ઓરડાઓની ઘટ પૂરતા 18 કરતાં વધુ વર્ષનો સમય લાગશે, તેમ જ આ સમય દરમ્યાન ખૂટતા ઓરડાઓમાં વધારો થતો જશે. ગુજરાત વિધાનસભામાં આપેલી માહિતી મુજબ 2019માં કુલ 994 ઓરડાઓ બનાવવામાં આવ્યા હતા. જ્યારે વર્ષ 2019માં 18537 ઓરડાઓની ઘટ હતી.

રાજ્યમાં એક પણ ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાને મંજૂરી આપવામાં આવી નથી

ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના લેખિત જવાબમાં શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં 30824 સરકારી, 570 ગ્રાન્ટેડ અને 10,925 ખાનગી શાળાઓ આવેલી છે. છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં 446 ખાનગી અને માત્ર 20 સરકારી પ્રાથમિક શાળાઓને મંજુરી આપવામાં આવી છે. જ્યારે એક પણ ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાને મંજૂરી ( GRANTED PRIMARY SCHOOLS ) આપવામાં આવી નથી.

રાજ્યમાં 17 સરકારી પ્રાથમિક શાળાઓમાં વીજળીની પાયાની સુવિધા ઉપલબ્ધ નથી

રાજ્યમાં મોરબીમાં 5, દેવભૂમિ દ્વારકામાં 1, પોરબંદરમાં 7, ગીર સોમનાથમાં 2, સુરેન્દ્રનગરમાં 2, મળી કુલ 17 સરકારી પ્રાથમિક શાળાઓમાં વીજળીની સુવિધા ઉપલબ્ધ નથી. ત્યારે કોરોનાની મહામારીમાં ઓનલાઈન અને કોમ્પ્યુટરથી શિક્ષણ કેવી રીતે પૂરું પાડવામાં આવતું હશે ? તેમજ રાજ્ય સરકારે વિધાનસભામાં સ્વીકાર કર્યો હતો કે, રાજ્યમાં 5353 સરકારી, અને 458 ખાનગી શાળાઓમાં કમ્પાઉન્ડ વોલની સુવિધા નથી.

રાજ્યમાં બે વર્ષમાં માત્ર બે ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓને મંજુરી આપવામાં આવી છે

ગુજરાત વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના લેખિત જવાબમાં શિક્ષણપ્રધાને જણાવ્યું હતું કે રાજ્યમાં 1,326 સરકારી, 5181 ગ્રાન્ટેડ અને 5138 ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ આવેલી છે. બે વર્ષમાં રાજ્યમાં 187 સરકારી અને 147 ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને મંજુરી આપવામાં આવી છે. જ્યારે માત્ર 2 જ ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓને મંજુરી આપવામાં આવી છે. 2 શાળાઓને મંજૂરી આપી છે તેમાં મોરબી જિલ્લામાં એક અને ડાંગ જિલ્લામાં એક શાળાનો સમાવેશ થાય છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top