સુરત: કામરેજમાં એક બેરોજગાર યુવકે ઝેરી દવા (Poison) પી આપઘાત (Suicide) કરી લેતા ચર્ચાનો વિષય બન્યો હતો. સ્થાનિક લોકોએ કહ્યું હતું કે વિધવા માતાનો એકનો એક સહારો છીનવાઈ ગયો હવે વૃદ્ધ વિધવાની દેખરેખ અને ભરણ પોષણની જવાબદારી કોણ નિભાવશે એ પ્રશ્ન છે. પુત્ર દેવાંગ ગજેરાના મોઢામાંથી ફીણ નીકળતા જોઈ લાચાર માતાએ મિત્રો ને ફોન કરી બોલાવ્યા હતા. તેનાં મિત્રોએ જણાવ્યું હતું કે હીરા કારખાનામાં મંદી આવી જતા દેવાંગ બેકાર (Jobless) બન્યો હતો.
મિત્રો એ જણાવ્યું હતું કે ઘટના મંગળવારની સાંજની છે. મિત્ર દેવાંગની માતાનો ફોન આવ્યો હતો. દેવાંગના મોઢામાંથી ફીણ આવે છે તાત્કાલિક આવો. દોડીને ગયા તો દેવાંગે કોઈ પ્રવાહી પી લીધું હોય એવી ગંધ આવતી હતી. તાત્કાલિક દેવાંગને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો જોકે બચાવી શકાયા ન હતા. દેવાંગ છેલ્લા 15 દિવસથી બેકાર હતો. હાલ પોલીસ તપાસ કરી રહી છે.
સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે દેવાંગ એની માતા સાથે રહેતો હતો. વિધવા માતાનો એકનો એક સહારો હતો. હીરા ધસવાની મજૂરી કામ કરી દેવાંગ માતા સાથે ગુજરાન ચલાવી લેતો હતો. જોકે થોડા દિવસ પહેલા કોઈ કારણસર નોકરી છૂટી ગઈ હતી. જેને લઈ બેકાર બનેલો દેવાંગ ઘરમાં જ પડી રહેતો હતો. એમ પણ કહીએ તો ચાલે કે આર્થિક ભીષ દેવાંગને આપઘાત સુધી લઈ ગઈ હોય શકે. હાલ ઘટનાની સત્ય હકીકત જાણી શકાય નથી.
વધુમાં ઉમેર્યું હતું કે દેવાંગ એક સારો છોકરો હતો. મહેનતુ હતો. અમરેલીના રહેવાસી હતો. આખું પરિવાર હતું. જો કે પિતાના અવસાન બાદ લગભગ એકની એક બહેનનું પણ કોઈ કારણ સર નિધન થતા પરિવાર તૂટી ગયું હતું. આખરે વિધવા માતા સાથે પોતાનું જીવન જીવતા દેવાંગના આપઘાત બાદ વિધવા માતા એકલવાયું જીવન જીવવા મજબુર બન્યા છે. હાલ માતા આઘાતમાં છે.