Entertainment

અભિનેતા મંગલ ધિલ્લોનનું નિધન, યશપાલ શર્માએ શોક વ્યક્ત કર્યો

મુંબઈ: છેલ્લાં ધણાં સમયથી બોલિવૂડમાંથી (Bollywood) દુખદ સમાચાર સામે આવી રહ્યાં છે. ત્યારે આજે રવિવાર 11 જૂને બોલિવૂડ તેમજ ટીવી એકટર (TV Actor) મંગલ ઢિલ્લોને અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ લાંબા સમયથી બિમાર હતા અને તેઓ કેન્સર પીડિત હતા છેલ્લાં ધણાં સમયથી તેઓની સારવાર ચાલી રહી હતી જો કે રવિવારે તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા. એકટર યશપાલ શર્માએ તેમના નિધનની પુષ્ટિ કરી છે. આ પછી એક પછી એક હસ્તી તેમના નિધન પર શોક વ્યકત કરી રહી છે.

મંગલ ઢિલ્લોન લાંબા સમયથી બિમાર હતા તેમજ તેઓ કેન્સર જેવી બિમારીનો પણ સામનો કરી રહ્યાં હતા. તેઓની હાલત સ્થિર ન હતા તેઓએ રવિવારે અંતિમ શ્વાસ લીધા હતા. લગાન એકટર યશપાલ શર્માએ તેઓના મોતની પુષ્ટિ કરી હતી તેમજ સોશિયલ મીડિયા પર એક મેસેજ લખ્યો હતો જેમાં તેઓએ લખ્યું કે ભગવાન મંગલ ઢિલ્લોનની આત્માને શાંતિ આપે.

મંગલ ધિલ્લોનનો જન્મ એક શીખ પરિવારમાં થયો હતો. તેમનો જન્મ પંજાબમાં થયો હતો. તેઓ બાળપણમાં પંજાબથી ઉત્તર પ્રદેશમાં શિફ્ટ થયા હતા. ત્યાર પછી મંગલ ધિલ્લોન દિલ્હી આવ્યા અને ત્યાં ટીવી સાથે જોડાયા અને ત્યાં ઘણા થિયેટર એક્ટ્સમાં અભિનય કર્યો. ત્યારબાદ પંજાબ યુનિવર્સિટીમાંથી ભારતીય રંગભૂમિ વિભાગમાંથી અભિનય શીખ્યા હતા. સ્નાતક થયા પછી અભિનેતા ફિલ્મોમાં હાથ અજમાવવા મુંબઈ આવ્યા હતા.

મંગલ ધિલ્લોને 1986માં સીરિયલ ‘કથા સાગર’થી ટીવી ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો. આ પછી તેણે ‘બુનિયાદ’, ‘જુનૂન’, ‘ધ ગ્રેટ મૌલાના આઝાદ’, ‘યુગ’, ‘નૂરજહાં’માં પણ મહત્વની ભૂમિકાઓ ભજવી હતી. આ પછી અભિનેતાએ ‘ખૂન ભરી માંગ’, ‘કહાં હૈ કાનૂન’, ‘અપના દેશ પરાય લોગ’, ‘વિશ્વાતમા’, ‘ઝિંદગી એક જુઆ’, ‘ટ્રેન ડુ પાકિસ્તાન’ જેવી ઘણી ફિલ્મોમાં પોતાની જોરદાર એક્ટિંગ બતાવી હતી. વર્ષ 2017માં મંગલ ધિલ્લોન છેલ્લે ફિલ્મ ‘તુફાન સિંહ’માં જોવા મળી હતી. આ સાથે તેણે ઘણી ફિલ્મો પણ બનાવી હતું.

Most Popular

To Top