હથોડા: (Hathoda) કોસંબા પોલીસે (Police) બાતમીના આધારે ધામણોદ નજીક હાઇવે પરથી રૂ.12.50 લાખનો ઇંગ્લિશ દારૂ (Alcohol) ભરેલો ટેમ્પો ઝડપી ડ્રાઇવર-ક્લીનરની ધરપકડ કરી દારૂનો જથ્થો મંગાવનાર લિસ્ટેડ બુટલેગર પિન્ટુ ભૈયાને વોન્ટેડ જાહેર કર્યો હતો.
- ધામણોદ નજીક ચીની માટીના વેસ્ટના આડમાં દારૂની હેરાફેરી
- 12.30 લાખના દારૂ ભરેલા ટેમ્પો સાથે ડ્રાઇવર-ક્લીનરની અટકાયત
કોસંબા પોલીસમથકના હેડ કોન્સ્ટેબલ હિમાંશુ રશ્મિકાંત જાદવને બામતી મળી હતી કે, સેલવાસથી એમ.એચ o3 ડીવી 27 70 નંબરના ટેમ્પોમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભર્યો છે અને ટેમ્પો સેલવાસથી અંકલેશ્વર જઈ રહ્યો છે. જેથી હેડ કોન્સ્ટેબલ હિમાંશુ રશ્મિકાંત જાદવે ટેમ્પો કોસંબાની હદમાંથી છટકી જાય એ પહેલા ધામણોદ નજીક હાઇવે પર વોચ ગોઠવી ટેમ્પો આવતાં તેને અટકાવી તપાસ કરતાં ટેમ્પોમાં ચીની માટીના વેસ્ટની આડમાં લઈ જવાતો રૂ.12.50 લાખનો ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે ઇંગ્લિશ દારૂના જથ્થા સહિત ટેમ્પોનો કબજો લઈ ડ્રાઇવર રાજકુમાર લવધર યાદવ અને ક્લીનર મદન હરીવંશ પાંડેની ધરપકડ કરી જ્યારે દારૂનો જથ્થો મંગાવનાર લીસ્ટેડ બુટલેગર અંશુ ઉર્ફે પીન્ટુ ભૈયો અવધેશ યાદવ (રહે.,અંકલેશ્વર, લેન્ડમાર્ક હોટલની પાછળ) તેમજ દારૂનો જથ્થો ટેમ્પોમાં ભરી આપનાર દેવેન્દ્ર પટેલ (રહે.,સેલવાસ)ને વોન્ટેડ જાહેર કર્યા હતા.
કોસાડીમાં દારૂની ખેપ મારતાં ત્રણ ઝડપાયા, 8 લાખનો મુદ્દામાલ કબજે
વાંકલ: કોસાડી બીટ વિસ્તારમાંથી માંગરોળ પોલીસે દારૂ સાથે ત્રણ આરોપીને ઝડપી લીધા હતા. એ સાથે દારૂ, 3 મોબાઇલ અને બે કાર મળી 8 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. માંગરોળ પોલીસને બાતમી મળી હતી કે, કાર નં.(GJ-05- JQ-0340) તથા કાર નં.(GJ-05-CQ-6724)ની આસરમાથી લુવારા ગામ તરફ જવાના રસ્તા ઉપર ભારતીય બનાવટનો વિદેશી દારૂ સગેવગે કરી રહ્યા છે. આથી માંગરોલ પોલીસે વાકેફ કરી બાતમીના આધારે બાતમીવાળી જગ્યા ઉપર રેડ કરી હતી.
જ્યાંથી કિં.રૂ.૫૦,૪૦૦નો દારૂ ઝડપી ત્રણ આરોપી રતીલાલ બચુ વસાવા (રહે.,કોસંબા, કબ્રસ્તાનની સામે, વડ ફળિયું, તા.માંગરોળ), મીરા રતીલાલ વસાવા (રહે., કોસંબા, કબ્રસ્તાનની સામે, વડ ફળિયું, તા.માંગરોળ), સહદેવ કનુ વસાવા (હાલ રહે., વિઠ્ઠલ, નિશાળ ફળિયું, તા.વાલિયા, મૂળ-રહે., ચાસવડ, મંદિર ફળિયું, તા.નેત્રંગ)ને ઝડપી લેવાયા હતા. સાથે દારૂ કિં.રૂ.૫૦,૪૦૦, ત્રણ મોબાઇલ કિં.રૂ. 5 હજાર અને બે કાર મળી ૮,૦૫,૪૦૦નો મુદ્દામાલ કબજે લેવાયો હતો.