સુરત: (Surat) શ્રાવણ પૂર્ણિમાએ રક્ષાબંધનની (Rakshabandhan) ઉજવણી (Celebration) ચાલી રહી છે ત્યારે વર્ષોની પરંપરા અનુસાર આજે સવારે કેન્દ્રીય મંત્રી દર્શના જરદોષે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલને તેમના ઘરે જઈ રાખડી બાંધી હતી. દર્શના જરદોષે રાખડી બાંધતી વેળા ભાઈ સી.આર. પાટીલના લાંબા આયુષ્યની પ્રભુને પ્રાર્થના કરી હતી. આ શુભ પ્રસંગે સી.આર. પાટીલે બહેન દર્શના જરદોષને ખૂબ જ અનોખી ભેંટ આપી હતી.
હું વર્ષોથી મોટા ભાઈ સી.આર.ને રાખડી બાંધું છું: દર્શના જરદોષ
સી.આર. પાટીલના કાંડે રાખડી બાંધતા દર્શના જરદોષે કહ્યું હતું કે, હું વર્ષોથી મોટાભાઈ સી.આર. પાટીલને રાખડી બાંધું છું. રાજનીતિમાં આવી ત્યારથી તેમની પાસે અનેક બોધપાઠ શીખી છું. મોટાભાઈ સી.આર. માટે મને ખૂબ જ આદર છે. શહેરની બહેનો તેમને મોટાભાઈ જ માને છે. તેમને રાખડી બાંધતી વેળા હું હંમેશા હર્ષની લાગમી અનુભવું છું. તેઓ લાંબુ આયુષ્ય ભોગવે અને રાજનીતિમાં ઉત્તરોત્તર સારા કામ કરે તેવી ભગવાનને પ્રાર્થના કરું છું.
સી.આર. પાટીલે દર્શના જરદોષને તિરંગો ભેંટમાં આપ્યો
આઝાદીનો અમૃત મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે દર્શના જરદોષે ભાજપના (BJP) પ્રદેશ અધ્યક્ષને રક્ષાસૂત્ર બાંધ્યું હતું. આ પ્રસંગે સી.આર. પાટીલે બહેન દર્શના જરદોષને તિરંગો ભેંટમાં આપ્યો હતો. આ સાથે જ દર્શના જરદોષને દેશની સેવા માટે ખૂબ ગતિથી કાર્ય કરવા માટે શુભકામના પાઠવી હતી. નોંધનીય છે કે દેશના 75માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે (Independence Day) આઝાદી કા અમૃત મહોત્સવની (Azadi Ka Amrut Mahotsav) દેશભરમાં ઉજવણી ચાલી રહી છે ત્યારે ઠેરઠેર તિરંગા યાત્રા કાઢવામાં આવી રહી છે. આ વર્ષે સરકાર દ્વારા 13થી 15 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગાની (HarGharTiranga) ઝૂંબેશ ઉપાડવામાં આવી છે, તેના ભાગરૂપે દેશભરમાં નાગરિકો એકબીજાને તિરંગો ભેંટ સ્વરૂપે આપી રહ્યાં છે.
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસકર્મીઓ સાથે રક્ષાબંધન મનાવી
ગુજરાત (Gujarat) રાજ્યના ગૃહ રાજ્યમંત્રી (Home Minister) હર્ષ સંઘવીએ (HarshSanghvi) આજે સવારે તેમની ઓફિસે પોલીસ કર્મી બહેનો સાથે રક્ષાબંધનની ઉજવણી કરી હતી. મહિલા પોલીસ કર્મીઓએ હર્ષ સંઘવીને રાખડી બાંધી હતી. આ ઉપરાંત ભાજપની મહિલા કાર્યકરોએ સી.આર. પાટીલ અને હર્ષ સંઘવીને રાખડી બાંધીને રક્ષાબંધનના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરી હતી. આ પ્રસંગે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ આ પવિત્ર દિવસે તમામ બહેનો ભાઈની રક્ષા માટે રાખડી બાંધતી હોય છે. ગુજરાતની તમામ બહેનો ને ખૂબ ખુભ શુભકામના પાઠવું છું. આપણી સૌની જવાબદારી છે કે આપણી બહેનો સમાજમાં સુરક્ષિત હોય. ગુજરાતે છેલ્લા 20 વર્ષમાં જે મહત્વના પગલાં લીધા છે. દેશમાં ભલે આપણે અવ્વલ બની ગયા છીએ પણ હજુ પણ નાની ઘટનાઓ બને તે આપણા માટે પડકાર સમાનછે.