તાજેતરમાં દેશના સાત ટેક્ષટાઇલ પાર્ક પૈકી એમ સૂરતને મળવાની શક્યતા જાણી સુરતીઓને અત્યંત પ્રસન્નતા થાય એ સ્વાભાવિક છે. આમ જુઓ તો વાપીથી અંકલેશ્વર સુધીના ઔદ્યોગિક વિકાસમાં સરકારી યોગદાન વોટ અને નોટ ઉઘરાવવા સિવાય કેટલું? એ તો આભાર માનો ‘આપ’નો કે ઢગલાબંધ સભ્યોને ઝાડુ પકડાવી કમળને હલાવી કાઢ્યું. રહી સહી કસર પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલને પૂરી કરી. પરિણામે દર્શનાબેન, પૂર્ણેશભાઇ, મંગુભાઇ, કનુભાઇ જેવાની વહીવટી ક્ષમતાની રાષ્ટ્ર અને રાજ્ય કક્ષાએ નોંધ લેવાઇ. એ પૈકી દર્શનાબેને તો પોતાની સ્થાનીય મમતા દાખવીને મંત્રીપદનું વજન દાખવી સૌને પ્રસન્ન કરી દીધા. ઉદાર અને વિશાળ દૃષ્ટિ સાથે ધુણતા ભુવા પાસે ઘરના લોકો એકાદ નાળિયેરની અપેક્ષા રાખે તો કંઇ ખોટું ખરૂં.
સુરત – ઇશ્વરચંદ્ર દેસાઈ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
દર્શના જરદોષનું મંત્રીપદ વસ્ત્રોદ્યોગને લેખે લાગ્યું
By
Posted on