સાપુતારા : ડાંગ (Dang) જિલ્લાનાં વહીવટી મથક આહવા ખાતે EVM ગાર્ડ બિલ્ડીંગ (EVM Guard Building) ખાતે ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલનું (Police Constable) અગમ્ય કારણોસર મોત (Death) નિપજતા ચકચાર મચી જવા પામી છે.પ્રાપ્ત વિગતો અનુસાર વિજયભાઈ બાપુભાઈ ગાવીત આહવાની જૂની કલેક્ટર કચેરી પાછળ આવેલા EVM ગાર્ડ બિલ્ડીંગમાં ફરજ ઉપર તૈનાત હતા. જેમનું સોમવારે વહેલી સવારે ફરજ પરનાં સ્થળ ઉપરથી મૃત હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.પોલીસ કર્મીની લાશ મળી આવતા પોલીસ વિભાગમાં દોડધામ મચી જવા પામી હતી. આ બનાવની જાણ આહવા પોલીસની ટીમને થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો.
પોલીસ કોન્સ્ટેબલ આહવાની જૂની કલેક્ટર કચેરી પાછળ ફરજ બજાવતા હતા
પોલીસ કોન્સ્ટેબલ વિજયભાઈ બાપુભાઈ ગાવીત જેમનો બ.નં. 205 હોવાનું જાણવા મળ્યું છે.તેઓ ડાંગ જિલ્લાના હેડ ક્વાટર્સ ખાતે રહેતા હતા,અને આહવાની જૂની કલેક્ટર કચેરી પાછળ આવેલા EVM ગાર્ડ બિલ્ડીંગમાં ફરજ બજાવતા હતા. સોમવારે સવારે તેમની લાશ મળી આવતા પોલીસ વિભાગમાં દોડધામ મચી જવા પામી હતી. આ બનાવની જાણ આહવા પોલીસની ટીમને થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો. અને પોલીસ કર્મીની લાશનો કબ્જો મેળવી પી.એમ માટે ખસેડી વધુ તપાસ હતી. આહવાનાં ઈવીએમ ગાર્ડ બિલ્ડીંગમાં ફરજ બજાવતા પોલીસ કર્મીનું મોત કયા કારણોસર થયુ છે જેનું કારણ જાણી શકાયુ નથી. જે પી.એમ રિપોર્ટ બાદ જ જાણી શકાશે. હાલમાં આહવા પોલીસની ટીમે એડી દાખલ કરી વધુ તપાસ પી.એસ.આઈ એચ.કે.વરૂએ હાથ ધરી છે.
ચીખલીના કલીયારી ગામના કુવામાંથી પુરુષની લાશ મળી
ઘેજ : ચીખલી તાલુકાના ખુડવેલ ગામે આહવાથી કોલામાં મજૂરી કરવા આવેલો યુવાન ગુમ થયા બાદ જેની લાશ બે દિવસ બાદ કુવામાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી છે.ડાંગના આહવા તાલુકાના ચીખલી ગામના નીચલા ફળીયા ખાતે રહેતા સોને ઉર્ફે સોનીયા કાશીનાથ પવાર (ઉ.વ ૩૭) જે દસેક દિવસથી ચીખલીના ખુડવેલ ગામે આવેલા ગોળના કોલામાં મુકાદમ તરીકે રહેતો હતો. જે ત્રણેક દિવસથી ગુમ થઈ જતા જેની શોધખોળ કરવા છતાં કોઈ ભાળ મળી ન હતી. બાદમાં કલીયારી ગામે રહેતા અમરતભાઈ બાલચંદ પટેલના ખેતરમાં આવેલા કુવામાં લાશ દેખાતા ગામના સરપંચે ચીખલી પોલીસને જાણ કરતા પોલીસે સ્થળ ઉપર જઇ લાશને કુવામાંથી બહાર કાઢી મરનાર શખ્સના વાલી વારસોની શોધખોળ કરી હતી. બનાવ અંગેની જાણ મરનારના ભાઈ જુગુરા કાશીનાથ પવારે કરતા વધુ તપાસ ચીખલી પોલીસ કરી રહી છે.