Dakshin Gujarat

બહારથી આવતા લોકોને હવે દમણમાં સીધો પ્રવેશ નહીં મળે, પ્રવેશ માટે કરવું પડશે આ કામ

દમણ: (Daman) સંઘ પ્રદેશ દમણમાં કોરોનાનું સંક્રમણ તેજગતિથી વધી રહ્યું છે. જેના કારણે બહારથી આવતા લોકો અને પ્રવાસીઓને (Tourist) પ્રવેશ માટેની શરતો પૂરી કરવી પડશે. તે સિવાય તેઓને દમણમાં પ્રવેશ (Entry) આપવામાં આવશે નહીં. દમણમાં બુધવારે એક સાથે 17 કેસ આવ્યા બાદ ગુરૂવારે નવા 11 કેસ સામે આવ્યા છે. સ્વાસ્થ્ય વિભાગે આજે 447 ટેસ્ટ કર્યા હતા. જે પૈકી 11 સંક્રમિત નોંધાતા કોવિડ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જેને લઈ એક્ટિવ કેસની સંખ્યા દમણમાં 31 થવા પામી છે. હજી સુધી દમણનાં કોઈપણ વિસ્તારમાં કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા નથી. વધી રહેલા કેસને જોતા પ્રશાસને ધોરણ 1 થી 8 ના વર્ગો બંધ કર્યા છે.

  • દા.ન.હ.-દમણ-દીવમાં પ્રવેશ લેવો હશે તો ફરજિયાત વેક્સિન સર્ટીફીકેટ બતાવવું પડશે
  • સંઘ પ્રદેશ દમણમાં કોરોનાના વધુ 11 કેસ સંક્રમિત નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 31 પર પહોંચી

જરૂરી નિતિ નિયમો અનો કોવિડની ગાઈડ લાઈનને ફોલો કરી શકાય એ માટેની નવી ગાઈડલાઈન પણ જારી કરી છે. ત્યારે નવી ગાઈડ લાઈન પ્રમાણે દાનહ-દમણ-દીવમાં હવે કોઈપણ વ્યક્તિએ પ્રવેશ લેવો હશે તેમણે વેક્સિનેશન સર્ટીફીકેટ પ્રવેશદ્વાર પર તૈનાત કર્મીઓને બતાવવાનું રહેશે. જ્યારે હોટલ, રેસ્ટોરન્ટ, ઉદ્યોગો અને અન્ય એકમોમાં કામ કરતા કામદારોએ પણ સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરવાનું ફરજિયાત રહેશે. આ નિયમ બસ અને ઓટો રિક્ષાની સાથે ટેક્સીમાં મુસાફરી કરતાં મુસાફરોને પણ લાગુ પડશે. આ માટે પાલિકા, પંચાયત, શ્રમ વિભાગ અને ખાદ્ય વિભાગની ટીમ ઓચિંતી તપાસ કરી મોનિટરીંગનું કાર્ય પણ કરતી રહેશે. જે લોકો નિયમનો ભંગ કરશે એવા લોકોને દંડ પણ ફટકારવામાં આવશે. જેમાં માસ્ક નહીં પહેરાનાઓને 500 રૂપિયા અને બીજીવાર ભૂલ કરનારાઓને 1000 રૂપિયાનો દંડ ફટારાશે.

વલસાડ જિલ્લામાં ચોથા દિવસે 3517 વિદ્યાર્થીઓનું વેક્‍સિનેશન

વલસાડ : સમગ્ર રાષ્‍ટ્રમાં ૧૫ થી ૧૮ વર્ષની વયના બાળકોના ધરાયેલા વેક્‍સિનેશન અભિયાન અંતર્ગત વલસાડ જિલ્લાની માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા, કોલેજ, આઈ.ટી.આઈ અને અન્‍ય શૈક્ષણિક સંસ્‍થાઓમાં ચોથા દિવસે ૧૦૨ શૈક્ષણિક સંસ્‍થાઓમાં રસીકરણ કાર્યક્રમ હાથ ધરાયું હતું. જેમાં આજે તા.૬/૧/૨૨ના રોજ સાંજના ૪-૦૦ વાગ્‍યા સુધીમાં ૩૫૧૭ વિદ્યાર્થીઓનું વેક્‍સિનેશન કરાયું હતું. જેમાં વલસાડ તાલુકાની ૨૦ શાળાઓના ૧૧૧૩, પારડી તાલુકાની ૧૫ શાળાઓના ૨૭૦, વાપી તાલુકાની ૧૪ શાળાઓના ૬૦૬, ઉમરગામ તાલુકાની ૦૬ શાળાઓના ૭૭૯, ધરમપુર તાલુકાની ૦૭ શાળાઓના ૨૯૯ અને કપરાડા તાલુકાની ૪૦ શાળાઓના ૪૫૦ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આમ આજદિન સુધી જિલ્લામાં કુલ ૫૦૮૬૩ વિદ્યાર્થીઓનું વેક્સિનેશન કરાયું છે. આ કામગીરીમાં અધિકારી/ કર્મચારીઓ, શિક્ષણ વિભાગ, આઇ.સી.ડી.એસ. વિભાગના કર્મીઓ, સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓ, ખાનગી હોસ્‍પિટલ વગેરનો સહયોગ પ્રાપ્‍ત થયો હતો. કોરોના મુક્‍ત શાળા અને કોરોના મુક્‍ત રાષ્‍ટ્ર બનાવવામાં આપણે સૌ સહભાગી બનીએ અને સરકારને વેક્‍સિનેશનમાં સહકાર આપીએ એવી અપેક્ષા સાથે રસીકરણનું આયોજન કરવામાં આવ્‍યું છે, જેનું યોગ્‍ય પાલન થાય એ માટે વિદ્યાર્થીઓ અને વાલીઓને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

Most Popular

To Top