દમણ : દમણના (Daman) મોટી દમણ જામપોર રામસેતૂ રોડ (Road) પર કાર (Car) અને બાઈક (Bike) વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં (Accident) વાપીના બાઈક સવાર યુવાનનું ગંભીર ઈજાઓના કારણે મોત (Death) નિપજ્યું છે. મંગળવારે રાત્રે મોટી દમણ સી-ફેસ રોડ પાસે ભીમપોરમાં રહેતો 23 વર્ષીય પ્રિન્સ પટેલ મિત્ર સાથે મર્સિડિસ કારમાં પૂરપાટ ઝડપે લાઈટ હાઉસથી જામપોર તરફ જતો હતો. ત્યારે નવી બાઈક પર વાપીનો યુવાન જામપોરથી લાઈટ હાઉસ તરફ આવી રહ્યો હતો. ત્
જામપોર કટ પાસે કાર અને બાઈક સામસામે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક સવારને માથા તથા શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા મરવડની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસ તપાસમાં મૃતક બાઈક ચાલક વાપીના મુ્ક્તાનંદ માર્ગ, ચલા પાસે રહેતો 22 વર્ષીય ધવલ અશોક પરમાર હોવાનું જાણવા મળ્યું હતું. હાલ તો કોસ્ટલ પોલીસના ઈન્ચાર્જ વિશાલ પટેલે ગુનો દાખલ કરી કાર ચાલક પ્રિન્સ પટેલ (ભીમપોર)ની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રામસેતુ સી-ફેસ રોડ પર બેરીગેટ્સ જરૂરી
મોટી દમણનો રામસેતુ સી-ફેસ રોડ એરપોર્ટના રન-વે જેવો રસ્તો હોવાને લઈ બાઈક ચાલક હોય કે કાર ચાલક આ રસ્તા પર બેફામ અને પૂરપાટ ઝડપે વાહનો હંકારતા હોવાનું ઘણીવાર સામે આવ્યું છે. ત્યારે પોલીસ દ્વારા રાત્રી દરમ્યાન આ રસ્તા પર બેરીગેટ્સ મુકાય તો વાહનોની રફતાર પણ ઘટી શકે અને આ પ્રમાણેના ગમખ્વાર અકસ્માતોને પણ ટાળી શકાય એમ છે.
જંબુસરમાં સ્વામિનારાયણ મંદિર પાસે ખાડાને કારણે કાર પલટી ગઈ
ભરૂચ : ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી કાર પલ્ટી જવાની ઘટનાઓ સામે આવી રહી છે. ચાલક દ્વારા કાબુ ગુમાવતા સર્જાઇ રહેલા અકસ્માતોની ઘટનાઓમાં છેલ્લા એક સપ્તાહથી જિલ્લાના વિવિધ સ્થળેથી સામે આવી રહી છે. જેમાં વધુ બે ઘટના છેલ્લા ૧૨ કલાકમાં સામે આવી છે. ભરૂચ જિલ્લાના જંબુસર ખાતેના સ્વામિનારાયણ મંદિર નજીક આવેલા એક ખાડાને કારણે ઇકો કાર ચાલકે કાબુ ગુમાવતા કાર ખાડામાં ખાબકી હતી. જે બાદ ઘટનાઓમાં એક વ્યક્તિને ઇજા થતા તેને સારવાર અર્થે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અન્ય એક ઘટના ભરૂચના કોલેજ માર્ગ ઉપર બની હતી. જ્યાં એક કાર ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર રસ્તા વચ્ચે જ પલ્ટી ગઈ હતી. જોકે આ ઘટનામાં કોઈ જાનહાની થઇ ન હતી. પરંતુ વાહનમાં બેઠેલા વ્યક્તિઓ ગંભીર રીતે ઘવાયા હતા.
કડોદરા નેશનલ હાઇવે પર અજાણ્યા વાહન અડફેટે યુવાનનું મોત
પલસાણા: પલસાણાના કડોદરા નગર પાસે દુર્ગાનગર સોસાયટી લક્ષ્મણ ભાઇની બિલ્ડીંગ ખોડીયાર કોમ્પલેક્ષ રૂમ નંબર ૩૦માં રહેતા અને મુળ યુપીના સુખપાળસિંહ દોહરે (ઉ.વ ૩૮) મંગળવારે રાત્રે કડોદરા સીએનજી પંપાની સામે આવેલા નેશનલ હાઇવે ૪૮ પરથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે એક અજાણ્યા વાહન ચાલકે સુખપાળસિહને અડફેટમાં લેતા ગંભીર ઇજા થઈ હતી. જેથી સ્થાનિક લોકોએ તેમને ૧૦૮ મારફતે પલસાણા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેઓને મૃત જાહેર કરતા કડોદરા પોલીસે અજાણ્યા વાહન ચાલકની વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તજવીજ હાથધરી છે.