National

દલાઈ લામાએ બાળકને કિસ કરી, વિવાદ બાદ દલાઈ લામાએ છોકરા અને પરિવારની માફી માંગી

નવી દિલ્હી: તિબેટના ધર્મગુરુ દલાઈ લામાના (Dalai Lama) વાયરલ (Viral) થયેલા વીડિયોને (Video) લઈને સોશિયલ મીડિયા પર વિવાદ ઉભો થયો છે. જે બાદ તેમણે નિવેદન જાહેર કરીને માફી (Apologizes) માંગવી પડી હતી. તેમણે પોતાના નિવેદનમાં કહ્યું છે કે, ‘એક વીડિયો ક્લિપ સર્ક્યુલેટ થઈ રહી છે, જેમાં દલાઈ લામાએ તાજેતરમાં એક છોકરાને મળ્યા બાદ તેને પૂછ્યું કે શું તે તેને ગળે લગાવી શકે છે.’

દલાઈ લામાએ પોતાના નિવેદનમાં આગળ કહ્યું, ‘જો તેમના શબ્દોથી કોઈને દુઃખ પહોંચ્યું હોય તો તે છોકરા અને તેના પરિવારની સાથે વિશ્વભરના તેના મિત્રોની માફી માંગુ છું. દલાઈ લામા જાહેરમાં અને કેમેરાની સામે, તેઓ જે લોકોને મળે છે તેઓને ઘણીવાર રમૂજી રીતે ચીડવે છે. તેમણે કહ્યું કે આ ઘટના બદલ તેમને ખેદ છે.

વાયરલ વીડિયોમાં તે એક સગીર છોકરાને હોઠ પર ચુંબન કરે છે અને પછી તેને તેમની જીભ ચૂસવાનું કહે છે. આ વીડિયોને લઈને ઓનલાઈન યુઝર્સ ગુસ્સે છે. કેટલાક તેમનો બચાવ કરી રહ્યા છે તો કેટલાક તેમનો વિરોધ કરી રહ્યા છે. વીડિયોમાં દલાઈ લામા સગીર છોકરાને પૂછતા સાંભળી શકાય છે, ‘શું તમે મારી જીભ ચૂસી શકો છો.’

એક યુઝરે કહ્યું, ‘દુનિયાના સૌથી પ્રખ્યાત ધાર્મિક નેતાઓમાંના એક દલાઈ લામા અત્યારે ટ્રેન્ડ કરી રહ્યા છે કારણ કે તેમણે એક સગીર છોકરાને ‘તેની જીભ ચૂસવા’ કહ્યું હતું. આ સાબિત કરે છે કે આપણે અનૈતિકતાના નવા યુગમાં પ્રવેશ્યા છીએ. તે બધા પોતાને જાહેર કરી રહ્યા છે અને આ ખરેખર ખરાબ છે.

લોકોએ ધરપકડની માંગ કરી
અન્ય એક યુઝરે કહ્યું, ‘દલાઈ લામાને આવું કરતા જોઈને હું સંપૂર્ણપણે આશ્ચર્યચકિત છું. ભૂતકાળમાં પણ તેમણે પોતાના નિવેદનો માટે માફી માંગવી પડી હતી. નાના છોકરાને ‘મારી જીભ ચૂસવા’ કહેવુ એ ઘૃણાજનક છે. અન્ય યુઝરે બાળ યૌન શોષણ માટે ધરપકડની માંગ કરી અને કહ્યું, ‘હું શું જોઈ રહ્યો છું? શું આ દલાઈ લામા છે? બાળ જાતીય શોષણ માટે તેમની ધરપકડ કરવાની જરૂર છે. અન્ય એક યુઝરે કહ્યું, ‘દલાઈ લામાનું જાહેરમાં કરવામાં આવેલ આ ખૂબ જ નિંદનીય વર્તન છે. આ જાતીય સતામણી અને છેડતીની શ્રેણીમાં આવવું જોઈએ. કોઈપણ બાળકને આવી સ્થિતિમાં ન મુકવું જોઈએ. આશા છે કે વહીવટીતંત્ર ધ્યાન આપશે. પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધવો જોઈએ. આ પહેલીવાર નથી જ્યારે દલાઈ લામાને ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. થોડા વર્ષો પહેલા, તેણે કહ્યું હતું કે જો તેમની અનુગામી સ્ત્રી હોય તો તે આકર્ષક હોવી જોઈએ. આ અંગે પણ વિવાદ ઉભો થયો છે. બાદમાં ધર્મગુરુએ માફી માંગવી પડી હતી.

જીભને લગતા કોઈ રિવાજો છે?
દલાઈ લામાનો બચાવ કરનારા કેટલાક લોકો કહે છે કે આ તિબેટીયન પ્રથા છે. જે કોઈને માન બતાવવા માટે કરવામાં આવે છે. જો કે, જ્યારે આ સંબંધિત અહેવાલો જોયા તો જાણવા મળ્યું કે રિવાજ મુજબ લોકો તેમની જીભ બતાવીને સ્વાગત કરે છે. આમાં જીભ ચૂસવા જેવી કોઈ વાત નથી. એક અહેવાલ મુજબ તિબેટમાં જીભ બતાવીને કોઈને માન આપવાનો રિવાજ છે. 9મી સદીથી અહીં આ પ્રથા ચાલી રહી છે.

જ્યારે લાંગ દરમા નામનો રાજા રાજ કરતો હતો ત્યારથી આવું થઈ રહ્યું છે. તેની પાસે કાળા રંગની જીભ હતી. લોકોને આ રાજા બિલકુલ પસંદ ન હતો. તિબેટના લોકો માને છે કે રાજાનો પુનર્જન્મ થયો છે. તેથી તે તેના આગલા જન્મમાં રાજા ન હતો તે સાબિત કરવા તે તેની જીભ બતાવે છે. જો કે આ અહેવાલમાં કે અન્ય કોઈ અહેવાલમાં જીભ ચૂસવાની વાત લખાઈ નથી.

Most Popular

To Top