દાહોદ: દાહોદ રેલ્વે સ્ટેશને ખાતે ગુરૂવારે એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આપદાના સમયે કોઈ આતંક વાદી જાે રેલ્વે સ્ટેશને આવી જાય તો કેવા પ્રકારની સુરક્ષા લક્ષી કામગીરી કરવામાં આવે તેવી દાહોદ રેલ્વે પોલીસ દ્વારા તાલીમ આપવામાં આવી હતી અને મુસાફરોને પણ આ અંગે જાગૃત કર્યાં હતાં.
ગુરૂવારે દાહોદ રેલ્વે સ્ટેશને જાણે કે, ખરેખર આતંકવાદી ઘુસી ગયા હોય તેવી પ્રતિતિ કરાવી હતી પરંતુ બાદમાં રેલ્વે પોલીસ દ્વારા મોક ડ્રીલનું આયોજન કરાયું હતું.
આતંકવાદી સામે કેવા પ્રકારનું રૂખ અપનાવવામાં આવે અને કેવા પ્રકારની સુરક્ષાલક્ષી કામગીરી કરવામાં આવે તેવું આયોજન કરવામાં આવ્યું હતું. આતંકવાદીને કેવી રીતે પકડી પાડવામાં આવે તેવી તાલીમ સહિત માર્ગદર્શન તાલીમમાં આપવામાં આવી હતી.
ખરેખર રેલ્વે સ્ટેશને આતંકવાદી ઘુસી ગયાની વાતો સાથે રેલ્વે સ્ટેશન ખાતે સ્તબ્ધતાના માહોલ સાથે મુસાફરોમાં ફફડાટ સાથે જીવ તાળવે ચોંટી ગયાં હતાં.