દાહોદ: (Dahod) દાહોદ લોકસભા બેઠકના પરથમપુર ગામમાં બૂથ કેપ્ચરિંગનો (Booth Capturing) વીડિયો વાઇરલ થયા બાદ ચૂંટણી પંચે નોટો નિર્ણય લીધો છે. ભાજપ નેતાના પુત્રએ બૂથ કેપ્ચરિંગ કર્યુ હોવાનો વીડિયો વાયરલ થયો હતો. એટલું જ નહીં બૂથ કેપ્ચરિંગની સમગ્ર ઘટના સોશિયલ મીડિયા પર લાઈવ થઈ હતી. જેને લઈને ચૂંટણી પંચે દાહોદના પરથમપુરમાં 11 મે ના રોજ ફરી મતદાન કરવાનો આદેશ કર્યો છે. આ બાબતે ટૂંક સમયમાં તંત્ર દ્વારા વધુ માહિતી આપવામાં આવશે.
દાહોદ લોકસભા બેઠક પર મતદાન દરમિયાન બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. દાહોદનાં સંતરામપુરાનાં પરથમપુર ગામના મતદાન મથકે મતદાન દરમિયાન બુથ કેપ્ચરીંગ બાદ ફરીથી મતદાન કરવા ચૂંટણી પંચે નિર્દેશ કર્યો છે. ચૂંટણી પંચે 11 મે નાં રોજ ફરી મતદાન કરાવવાનો આદેશ આપ્યો છે. ચૂંટણી પંચના આ આદેશ બાદ પરથમપુરા ગામનાં પોલીંગ સ્ટેશન 220 નંબર પર ફરી મતદાન યોજાશે. નિયમ અનુસાર આ બૂથ હેઠળ આવતા મતદારો સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરી શકશે.
મહિસાગરના સંતરામપુર તાલુકાના પરથમપુર ગામમાં બૂથને કેપ્ચર કરવામાં આવ્યું હતું. બુથ કેપ્ચરીંગની ઘટના વિજય ભાભોર નામના ઇસમે સોશિયલ મિડિયામાં લાઈવ કરી હતી. બૂથ કેપ્ચરીંગના વાયરલ વાડિયો મામલે ચૂંટણી પંચે જિલ્લા કલેક્ટર પાસેથી રીપોર્ટ મંગાવ્યો છે. બીજી તરફ આ બાબતે કોંગ્રેસના ઉમેદવાર પ્રભાબેને જિલ્લા ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી હતી. સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલને જણાવ્યું હતું કે દાહોદ સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં બૂથ કેપ્ચરિંગનો મામલો જણાયો છે. જેને લઇ SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે. પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો તેમની પર કાર્યવાહી થશે. ROના રીપોર્ટના આધારે નિર્ણય લેવામાં આવશે. બુથ કેપ્ચરિંગમાં સામેલ લોકોની ધરપકડ કરવામાં આવશે.