સુરત : સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં (Dadra Nagar Haveli) ગેરકાયદે રીતે ઓઇલની (Oil) હેરાફેરીની ઉઠી રહેલી ફરિયાદના પગલે (Police) સીલવાસા (Silvasa) ક્રાઇમ બ્રાન્ચે (Crime Branch) દરોડો પાડી ઓઇલનો મોટો જથ્થો પકડી પાડ્યો હતો. તેની હેરાફેરી કરતા 2 ટેન્કર, 1 ટ્રક, 2 છોટા હાથી તેમજ 2 બાઇક પોલીસે કબજે કર્યા છે. તેમજ 2 આરોપીની ધરપકડ કરી છે.દાનહ પોલીસે નરોલી વડ ફળિયા ખાતે બાતમીના પગેલ દરોડો પાડ્યો હતો. આ દરોડામાં તેમણે 2 ટન લોખંડના સળિયા ભરેલી ટ્રક ટેમ્પા સહિતના વાહનો પકડી પાડ્યા હતા. અહીં ઓઇલની હેરાફેરી થતી હોવાની માહિતી મળી હતી.
જેના ઉપયોગમાં લેવાના વાહનોમાંથી પોલીસે 40 હજાર લિટર દુધ ભરેલા બે ટેન્કર, દુધના ડબ્બા સાથેનું એક ટેન્કર પકડી પાડ્યા હતા. તેમણે ઓઇલની હેરાફેરીના વાહનો પકડ્યા પરંતુ ઓઇલ પકડાયું ન હતુ. ઓઇલના બદલે લોખંડના સળિયા અને દુધનો મોટો જથ્થો પકડી પાડ્યો હતો. જેની તપાસ કરતા તેમણે આ રેકેટ ચલાવવાના કેસમાં ક્રિશ્ના કાલુ નાગરી, ઇશ્વર નાથુજી ચંડેલ અને ક્રિશ્નસિંહ જશવંતસિંહ રાજપૂતની ધરપકડ કરી છે. છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં પકડાયેલા આરોપીઓની સાથે અન્ય સંડોવાયેલા લોકો દૂધ અને ઓઇલ ચોરીના રેકેટમાં લિપ્ત હતા. ત્યારે પોલીસ આ પ્રમાણેના ચોરીના નેટવર્કમાં ઉડાન પૂર્વક તપાસ કરે તો આ રેકેટના મુખ્ય સૂત્રધાર સુધી પહોંચી શકે એમ છે.