ડભોઇ: ડભોઇ વડોદરા ઘોરીમાર્ગ પર પલાસ વાળા ફાટક પાસે વારંવાર અથવા તો એમ કહી શકાય કે રોજનો એક અકસ્માત સર્જાય છે અને તેમાં કોઈકનું જીવન જોખમાય છે અથવા તો જીવ જાય છે કાતો નાની-મોટી ગંભીર ઇજાઓ આવી આખી જિંદગી તકલીફો સહન કરવાનો વારો આવી ચઢે છે. તેમ છતાં માર્ગ અને મકાન વિભાગતંત્ર અને રેલવે તંત્ર જાણે મૂક અવસ્થા ધારણ કરી આ તમાશો જોઈ રહ્યા હોય એમ લાગી રહ્યું છે.
સાથે આજરોજ પલાસવાળા નજીક રોંગ સાઈડ આવતી બોલેરો ગાડી સાથે સામેથી આવતી એલપી ટ્રક ધડાકા ભેર ભટકાતા બોલેરો ગાડીના ભુક્કા બોલી ગયા હતા સાથે અકસ્માત માં ત્રણ વ્યક્તિઓને નાની મોટી ઇજાઓ થઇ હતી.
જ્યારે બોલેરો ગાડીના ચાલકને ગંભીર ઇજાઓ આવતા વડોદરાએસ.એસ.જી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયો હતો.તેમજ આવા અકસ્માત સર્જાતા ટ્રાફિક ની સમસ્યા ઉભી થતા વાહન ચાલકોમાં તંત્ર વિરુદ્ધ આક્રોશ જોવા મળવાની સાથે તંત્ર આ સમસ્યાનું વહેલી તકે ઘટતું કરે અને વારંવાર આવા અકસ્માત થતાં અટકાવે તેવી માંગ કરાઈ હતી.સાથે પોલીસ ને જાણ થતાં ઘટના સ્થળે આવી પહોંચી જામેલ ટ્રાફિક ને હળવી કરાઈ હતી.