National

જાણો ચક્રવાત માટે 1થી11 સિગ્નલ કેવી રીતે આપવામાં આવે છે અને તે શું સૂચવે છે

ચક્રવાતના (Cyclone) સમયે દરિયાકિનારે ભયસૂચર સિગ્નલ (Signal) લગાવવામાં આવે છે. જે વાવાઝોડાના ખતરા અંગેની જાણકારી આપે છે. આ સિગ્નલના કારણે દરિયામાં (Sea) રહેલા જહાજોને તરત જ એલર્ટ કરી શકાય. આ સિગ્નલ માટે કેટલાક દેશોમાં ધ્વજ ફરકાવવામાં આવે છે, જ્યારે ભારતમાં દિવસ અને રાત માટે અલગ અલગ સિગ્નલનો ઉપયોગ કરવામાં આવે છે. આ સિગ્નલમાં પણ 1થી 11 આંકડાઓ છે. દિવસના સંકેતોમાં સિલિન્ડરો અને શંકુ હોય છે જ્યારે રાત્રિના સંકેતોમાં લાલ અને સફેદ લેમ્પ હોય છે. IMD સામાન્ય રીતે બંદરો પર દિવસમાં ચાર વખત અને ચક્રવાતી તોફાનના કિસ્સામાં દર ત્રણ કલાકમાં એકવાર સૂચનાઓ મોકલે છે.

ચક્રવાત માટે 1 થી 11 સિગ્નલ શું જણાવે છે?
સિગ્નલ 1 – તે સમુદ્રથી દૂર સ્થિત નીચા દબાણવાળા વિસ્તારને લાગુ પડે છે જ્યાં સપાટી પરનો પવન 60 કિમી પ્રતિ કલાકની ઝડપે હોય છે. આ સિગ્નલનો અર્થ એ છે કે બંદરને અસર થશે નહીં, પરંતુ પવનની ગતિમાં થોડો વધારો થવાની ચેતવણી છે.

સિગ્નલ 2 – 60-90 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનની તીવ્રતાના કારણે સમુદ્રથી દૂર ડિપ્રેશન સર્જાય છે. આ સિગ્નલ જહાજોને બંદરો પરથી ખસી જવા માટે સૂચન કરે છે.

સિગ્નલ 3 – 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનની ઝડપ સાથે વાવાઝોડું બંદર પર ત્રાટકવાની શક્યતા છે. હવાના કારણે બંદર ભયમાં હોય તેવું સિગ્નલ 3 જણાવે છે.

સિગ્નલ 4- સમુદ્રમાં ડિપ ડિપ્રેશનનાં કારણે બંદરોને પાછળથી અસર થવાની શક્યતા છે. 50-60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આ સંકેત દર્શાવે છે કે બંદર પર ઉભેલા જહાજો પર ખતરો છે. પોર્ટ પર ખરાબ હવામાન માટે સિગ્નલ 3 અને 4નો ઉપયોગ કરવામાં આવે છે.

સિગ્નલ 5 – ચક્રવાતી વાવાઝોડામાં ડિપ ડિપ્રેશનનો સંકેત આપતો આ સિગ્નલ સૂચવે છે કે 60-80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન પોર્ટની ડાબી બાજુથી દરિયાકાંઠાને ઓળંગી શકે છે.

સિગ્નલ 6 – સિગ્નલ 5નાં સંકેતોને સૂચવે છે ઉપરાંત જણાવે છે કે વાવાઝોડું બંદરની જમણી બાજુએ કિનારે વટાવી જશે.

સિગ્નલ 7- ચક્રવાતી તોફાન બંદરની નજીકથી આગળ વધશે અથવા સંપૂર્ણપણે દરિયાકાંઠાને પાર કરશે. સિગ્નલ 5, 6 અને 7 બંદરો માટે જોખમ સૂચવે છે.

સિગ્નલ 8 – આ એક ખૂબ જ ખતરનાક ચેતવણી છે જેનો અર્થ છે કે ચક્રવાત હવે બંદરથી ડાબેથી ખૂબ જ ગંભીર તરફ જશે. આ વાવાઝોડામાં પવનની ગતિ 90 થી 120 કિમી પ્રતિ કલાકની રહેશે.

સિગ્નલ 9 – આ ખૂબ જ ખતરનાક ચેતવણી હોય છે જેમાં ચક્રવાત બંદરની જમણી બાજુથી ખૂબ જ તીવ્ર તરફ આગળ વધશે તેવું દર્શાવવામાં આવે છે.

સિગ્નલ 10 – ખૂબ જ તીવ્ર ચક્રવાત બંદર પર અથવા તેની નજીક આવશે. પવનની ઝડપ 220 કિમી પ્રતિ કલાક કે તેથી વધુ હોઈ શકે છે.

સિગ્નલ 11- આનો અર્થ એવો પણ થાય છે કે ચક્રવાત ચેતવણી કાર્યાલયની નજીકનો તમામ સંચાર નિષ્ફળ ગયો છે.

Most Popular

To Top