Gujarat

લખતર બાદ પાટડીમાં ચક્રવાતથી લોકોના જીવ તાળવે ચોંટ્યા, ભયાવહ તોફાનનો વીડિયો વાયરલ

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લાના લખતર (Lakhtar) બાદ હવે પાટડીના (Patdi) ગોરીયાવડમાં પણ આકાશી ચક્રવાતના (Cyclone) બવંડર દેખાતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. પાટડીના ગોરીયાવડમાં આકાશી તોફાનના લાઈવ વીડિયો (Video) કેમેરામાં કેદ થયા છે. 24મી જૂનના રોજ લખતર પંથકમાં ચક્રવાત દેખાતા લોકોના શ્વાસ અધ્ધર બન્યા હતા. ત્યારે મોડી સાંજે હળવદ પંથકમાં પણ ચક્રવાતની અસકો દેખાઈ હતી. ભારે પવનના સૂસવાટા સાથે ઝાલાવાડ પંથક અને હળવદ પંથકમાં આકાશી ચક્રવાતે ભારે વિનાશ સર્જોયો હતો. જ્યારે હળવદમાં ભારે પવવના કારણે તબેલાનો શેડ પડતા પાંચ ભેંસો દટાઈ હોવાની ઘટના બની હતી. જ્યારે વેરહાઉસના ગોડાઉનના પતરા ઊડ્યાં હતા.

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર, હળવદ, ઝાલાવાડ અને પાટડી પંથકમાં મીની વાવાઝોડું આવ્યું હતું. ભારે પવનની સાથે વાતાવરણ તોફાની બન્યું હતું. હળવદમાં મોડી સાંજે વાતાવરણમાં પલટો આવી ગયો હતો. વરસાદી વાતાવરણ વચ્ચે વરસાદનું ઝાપટું પડ્યું હતું. જોકે અસહ્ય બફારા બાદ માત્ર થોડોક જ વરસાદ પડ્યો હતો. અને ત્યાર બાદ ભારે પવન ફૂંકાતા ચક્રવાતની સ્થિતિ સર્જાય હતી. ભારે પવન ફૂંકાવાના કારણે હળવદમાં આવેલ રાતકડી હનુમાનજી મંદિર પાંચ ભેંસો પર તબેલાનો શેડ પડ્યો હતો જેમાં પાંચ ભેંસો દટાઈ ગઈ હતી, જો કે સ્થાનિકોએ ભારે જહેમતથી ભેંસોને બહાક કાઢી બચાવી લેવાય હતી.

બેનરો, હોર્ડિંગને નુકસાન થયું
બીજી તરફ વાતાવરણમાં પલટો આવતા અને ભાકે પવન ફૂંકાતા હળવદના કોયબા રોડ ઉપર આવેલા વેર હાઉસના ગોડાઉનના પતરા ઊડ્યા હતા. આ ઉપરાંત રાણેકપર રોડ ઉપર મકાનોના પતરા ઉડ્યા હોવાની માહિતી મળી છે. આ સાથે જ કેટાલાક વિસ્તારોમાં બેનરો, હોર્ડિંગને નુકસાન થયું હોવાની માહિતી મળી છે.

સુરેન્દ્રનગરના લખતર પંથકમાં આકાશી ચક્રવાત ત્રાટક્યું
ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી અલગ અલગ પંથકમાં આકાશી ચક્રવાતની ઘટના બની છે. જેના લાઈવ વીડિયો કેમેરામાં કેદ ગયા છે. માહિતી પ્રમાણે લગભગ 24 જૂને લખતરના વિઠ્ઠલગઢ અને જ્યોતિપરા ગામ આસપાસના વિસ્તારમાં ભયાવહ ચક્રવાત જોવા મળ્યું હતું. જેને લઈ લોકોમાં કુતૂહલની સાથે ભયનો માહોલ જોવા મળ્યો હતો. આ ભયવાહ ચક્રવાતનો વીડિયો વાયરલ થયો હતો. ચક્રવાતના કારણે 18 જેટલા વીજપોલ ધરાશાઈ થયા હતા. જેથી આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં વીજપુરવઠો ખોરવાયો હતો.

Most Popular

To Top