Gujarat

વિદર્ભ ઉપરની સાયકલોનિક સકરકયૂલેશનની અસર હેઠળ ગુજરાતમાં ગરમી વધી

સવારે વિદર્ભ ઉપર રહેલી સાયકલોનિક સર્કયૂલેશનની સિસ્ટમની અસર હેઠળ ગુજરાત પર વાદળછાયું વાતાવરણ રહેવા પામ્યું હતું. જેના કારણે બફારો વધી જવા પામ્યો હતો. રાજયમાં આજે સરેરાશ ગરમીનો પારો ૪૧ ડિગ્રીએ રહેવા પામ્યો હતો. બપોરે ૧થી ૫ વાગ્યા સુધી તીવ્ર ગરમી સાથે લૂની અસર પણ વર્તાતી હતી. કોરોના કાળમાં મહાનગરોના રાજમાર્ગો પણ સૂમસામ જોવા મળતાં હતા.

અમદાવાદના એરપોર્ટ પર આવેલી હવામાન કચેરીના સૂત્રોના જણાવ્યા અનુસાર રાજયના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં ૪૧.૭ ડિ.સે., ડીસામાં ૪૦.૨ ડિ.સે.,ગાંધીનગરમાં ૪૧.૦ ડિ.સે.,વડોદરામાં ૪૦.૬ ડિ.સે.,સુરતમાં ૩૫.૬ ડિ.સે.,વલસાડમાં ૩૬.૫ ડિ.સે.,અમરેલીમાં ૪૦.૪ ડિ.સે.,ભાવનગરમાં ૩૮.૧ ડિ.સે.,રાજકોટમાં ૪૦.૮ ડિ.સે.,સુરેન્દ્રનગરમાં ૪૧.૦ ડિ.સે.,ભૂજમાં ૩૮.૨ ડિ.સે. અને નલીયામાં ૩૫.૪ ડિ.સે., મહત્તમ તાપમાન નોંધાવવા પામ્યુ હતું.

Most Popular

To Top