ભરૂચ: ડિજિટલ (Digital), સોશ્યલ હેન્ડલરોનો ઉપયોગ થકી સાયબર માફિયા (Cyber Mafia) દ્વારા ક્રાઈમ (Cyber Crime) વધી રહ્યાં છે. અગાઉ ભરૂચના (Bharuch) પૂર્વ MLA દુષ્યંત પટેલનું ફેસબુક (Facebook) ઉપર ફેક એકાઉન્ટ (Fake Account) બનાવી રૂ. 20 હજારની માંગણીની ઘટના બાદ હવે ભરૂચ IASનું ફેક FB એકાઉન્ટ ભેજાબાજે બનાવ્યું હોવાનું સામે આવ્યું છે. ભરૂચ જિલ્લા કલેકટર (BharuchDistrictCollector) IAS તુષાર સુમેરાનું (TusharSumera) FACEBOOK પર સાયબર માફિયાએ ફેક એકાઉન્ટ બનાવી 4 ને ભોગ બનાવ્યા હોવાની ઘટના સામે આવી છે.
- મેસેન્જર પર ભેજાબાજે CRPF મિત્રનો ડ્યુટી ટ્રાન્સફરનો હવાલો આપી મોકલા મેસેજ
- જૂનું ફર્નીચર અને ઇલક્ટ્રોનિક્સ આઇટમો સસ્તામાં ખરીદવા 4 લોકોએ 55 હજારથી 81 હજાર ગુમાવવાનો વારો આવ્યો
ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરાનું ફેસબુક પર સાયબર માફિયાએ TusharSumeraias નામનું ફેક એકાઉન્ટ બનાવ્યું હતું. જે બાદ ભેજાબાજે આ બોગસ એકાઉન્ટ મારફતે લોકોને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલવાની શરૂ કરી હતી. ભરૂચ કલેકટરના ફેક FB એકાઉન્ટ પર ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વીકારતા લોકોને બાદમાં મેસેન્જર પર મેસેજ મોકલવાનું ગઠિયાએ શરૂ કર્યું હતું.
જેમાં મેસેજ કરાયા હતા કે, CRPF કેમ્પમાંથી મારો એક મિત્ર સંતોષ કુમાર તમને હમણાં ફોન કરશે. મેં તમારો નંબર તેમને ફોરવર્ડ કર્યો છે. તેઓ CRPF ઓફિસર છે. તેમની ડ્યુટી ટ્રાન્સફર થતા તેમના ઘરનું જૂનું ફર્નીચર અને ઇલેક્ટ્રોનિક આઈટમ સેકન્ડ હેન્ડ વેચી રહ્યા છે.
ભરૂચ કલેકટરના આ ફેક એકાઉન્ટ અંગે તેમને ખબર પડે તે પહેલા અને તેઓ ઉચ્ચ પોલીસ અધિકારીઓને જાણ કરે તે પહેલા જ 4 લોકો ભેજાબાજનો ભોગ બની ગયા હતા. જેઓએ આ સામાન ખરીદવા રૂ. 55 હજાર થી 81 હજારનું ઓનલાઈન ચુકવણું કરી દીધું હતું.
જિલ્લા કલેકટરે તેમના ઓફિશિયલ FB એકાઉન્ટ પર પણ આ ફેક એકાઉન્ટની ફોટા સાથેની વિગતો મૂકી લોકોને સાવચેત કર્યા હતા. ફેસબુકને જાણ કરી તુરંત ફેક એકાઉન્ટ ડીલીટ કરી દેવાયું હતું. હાલ પોલીસ ભેજાબાજને ટ્રેક કરવાના પ્રયત્નો કરી રહી છે.
થોડા દિવસો પેહલા જ રાજકોટના કલેકટર અને યુનિવર્સીટીના કુલપતિનું પણ ભેજાબાજ દ્વારા આવી રીતે ફેક એકાઉન્ટ બનાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. ભરૂચમાં આ અગાઉ સાંસદ MP મનસુખ વસાવાના નામે ઉધોગોમાં ફોન કરી રૂપિયાની માંગણીઓ કરાઈ હતી. સાયબર ક્રાઈમથી બચવા સતર્કતા અને સાવચેતી જ ખૂબ જરૂરી છે