વડોદરા : અત્યાર સુધી સાયબર અપરાધીઓ સર્ચ એન્જિન ઉપર ફેક વેબસાઈટ ને સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન નો ફાયદો ઉચકીને તેમજ વેબસાઈટ નું રેન્કિંગ કરાવીને કસ્ટમર કેર ના નામથી લોકોને છેતરતા આવ્યા છે ,પરંતુ હાલના સમયમાં સાયબર અપરાધીઓ એ ટ્વિટર ઉપર goibibo કસ્ટમર કેર ના નામથી ફેક ટ્વિટર હેન્ડલ બનાવીને લોકોને છેતરવાનો કારસો ઘડી કાઢયો છે.
goibibo એક પ્રકારનું ટ્રાવેલ અને હોસ્પિટાલિટી પ્રકારની સેવાઓ પુરી પાડતું પોર્ટલ છે,જેના ટ્વિટર પર 70 હજાર કરતા વધુ ફોલોઅર્સ છે,સાયબર અપરાધીઓની મોડ્સ ઓપરન્ડી જ એ પ્રકારની હોય છે ,કે તેઓ મોટેભાગે સેવાઓ પુરી પાડતી સંસ્થાના ના કસ્ટમર કેર ના નામથી ફેક એકાઉન્ટ બનાવીને લોકોને છેતરે છે, કોઈપણ પ્રકારની સેવાકીય માહિતી માટે કસ્ટમર કેર નંબર સર્ચ એન્જિન અને સોશ્યિલ સાઇટસ પર શોધવામાં આવે છે,અને જેમાં 10 માંથી 9 કસ્ટમર કેર નંબર નું પ્રભુત્વ સાયબર અપરાધીઓ ધરાવતા હોય છે.
સાયબર અપરાધીઓની મોડ્સ ઑપરેન્ડી એ પ્રકારની હોય છે કે જો કોઈ વ્યક્તિ કસ્ટમર કેર ના નામથી નંબર શોધે તો, ત્વરિતજ જે સમસ્યા માટે ફોન કરેલો હોય છે, તે સમસ્યાનું નિરાકરણ કરવા માટે ની બાહેધરી આપવામાં આવે છે, અને જો પૈસા પણ પાછા લેવાના હોય તો ત્વરિત જ ખાતામાં જમા કરવાની ઓફરો પણ સાયબર અપરાધીઓ દ્વારા ફોન કરનાર કસ્ટમરને કરવામાં આવે છે .
ત્યારબાદ સાયબર અપરાધીઓ કસ્ટમર પાસેથી સામાન્ય પ્રકારનું વેલિડેશન વગરનું ફોર્મ ભરાવીને અથવા તો રીમોટ સ્ક્રીન એપ્લિકેશનને કસ્ટમર ના મોબાઈલમાં ઇન્સ્ટોલ કરાવીને ફોન કરનાર નું બેન્ક ખાતું ખાલી કરી દેતા હોય છે અને મોટી રકમ પડાવી લેતા હોય છે.
સોશિયલ મીડિયા કંપનીઓ અને સેવાઓ આપતી સંસ્થાઓએ પોતાની વિશ્વસનીયતા જો ગ્રાહકો પર ટકાવવી હશે તો, આવા ફેક એકાઉન્ટ નો રિપોર્ટ કરીને એવા લોકો સામે કાયદાકીય પગલાં લેવા જોઈશે ,નહિતર લોકોનો વિશ્વાસ તૂટશે, વધુમાં સોશિયલ મીડિયા કંપનીઓએ ફેક એકાઉન્ટ પર રોક લગાડવા માટે પોતાના અલ્ગોરિધમમાં ફેરફાર કરવા પડશે ,તોજ નિયઁત્રણ લાવી શકાશે .