ગુજરાતમાં દિનપ્રતિદિન કોરોના કેસની સંખ્યા વધતી જાય છે. ત્યારે સૌથી વધુ હાલાકીનો ભોગ તો સામાન્ય પ્રજા જ બને છે . બરાબર એક વર્ષ પૂર્વે માર્ચ 2020 પછી કોરોના ને કારણે લૉક ડાઉન ની સ્થિતિ અને લોકોએ જે માનસિક અને આર્થિક યાતનાઓ ભોગવી છે તેના પુનરાવર્તન તરફ તો નથી ને ? તંત્ર પોતાની રીતે કાર્યરત થઈ ગયું ગયું છે .
સમજદાર પ્રજાએ જાગ્રત રહેવું જરૂરી છે. ૧૬૭ કરોડ રૂપિયાનો દંડ માત્ર માસ્ક ન પહેરવાને કારણે સરકારી તિજોરીમાં ગયો . અધધ..રકમ ! માસ્ક ન પહેરનાર, સોશિયલ ડીસ્ટંસિંગ ન જાળવનાર આમ જનતાને શું કહેવું ? કોરોનાએ કાયમી વિદાય લીધી હોય તેમ જાહેર સ્થળોએ માસ્ક વગર “જીંદગી ના મિલેગી દૂબારા “ સમજી ફરી રહ્યા છે.
દેશમાં વાજતે ગાજતે કોરોના નું આગમન છડી પોકારી રહ્યું છે છતાં બેખોફ પ્રજાજનોને ડર નથી . માત્ર સુરત શહેરની વાત કરીએ તો કેટલાય વિસ્તારોમાં બે રોકટોક પ્રજાજનો માસ્ક વિના બિન્દાસ્ત ફરે છે.દુકાનો પર “ માસ્ક નહિ તો પ્રવેશ નહિ “નાં સ્ટીકરો શોભાનાં પૂતળા બની રહ્યા છે.તંત્ર પણ ડરે છે કે આંખ આડા કાન કરે છે !
આવા સંજોગોમાં પ્રજાએ બહાદુરી નહીં શાણપણ અને વિવેકને કેન્દ્રમાં રાખી સાવચેતી જાળવવી જરૂરી છે . કોરોના નથી, ખાલી બૂમાબૂમ છે,મને કોરોના થાય જ નહિ જેવી હલકી માનસિકતા છોડવી જ રહી. તંત્રએ પણ કહી દીધું છે “ દંડ લેવાય છે પણ લોકો તકેદારી રાખે. “ પોઝિટિવિટી રેટ કે મૃત્યુ દર હાલના તબક્કે ભલે સાવ નીચો હોય પણ સાવચેતી એજ સલામતી છે .
સુરત – અરૂણ પંડયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.