Comments

મહાત્માની ફરજ

46 Teachable & Inspiring Khalil Gibran Quotes (2021) - Wealthy Gorilla

મહાન વિચારક, લેખક,  ચિત્રકાર ખલિલ જિબ્રાને તેમનાં પુસ્તક ‘ફોરરનર’માં પોતાના જાત અનુભવની એક સરસ મર્મસ્પર્શી વાત કહી છે. ખલિલ જિબ્રાન લખે છે કે તેમના યુવાનીના દિવસોમાં તેઓ એક વખત ટેકરીઓની પેલે પાર રહેતા એક મહાત્માને મળવા માટે ગયા હતા. તેઓ મનુષ્યમાં રહેલા સદગુણો વિશે વાતો કરી રહ્યા હતા.  એ વખતે એક લૂંટારો ત્યાં આવી પહોંચ્યો. એ ખૂબ થાકેલો લાગતો હતો. તેના હદયમાં પારાવાર પસ્તાવો હતો. તેણે સંતને પ્રણામ કર્યા અને કહેવા લાગ્યો કે, `સંત મહાત્મા, મને બચાવો …મને આશ્વાસનની જરૂર છે. હું મારા જ પાપનાં બોજથી કચડાઇ રહ્યો છું.’

સંતે કહ્યું, ‘અરે ભાઇ, પાપના બોજથી તો હું પણ કચડાઇ રહ્યો છું.’ પેલા લૂંટારાએ કહ્યું, ‘પણ હું ચોર છું, લૂંટારો છું.’ સંતે કહ્યું, ‘હું પણ ચોર અને લૂંટારો છું.’ લુંટારાને નવાઈ લાગી. તેણે આગળ કહ્યું, ‘હું ખૂની છું.મેં અનેક લોકોનું રક્ત વ્હાવ્યું છે. અનેક કુટુંબોનો નાશ કર્યો છે અને એટલે હવે અનેક લોકોનું રૂદન મારા કાનમાં સંભળાઇ રહ્યું છે.જે મને જંપવા દેતું નથી.’ સંત બોલ્યા, ‘હું પણ ખૂની છું. મારા કાનમાં પણ અનેક મનુષ્યોનાં રક્ત રૂદન કરી રહ્યાં છે.’ લૂંટારાએ કહ્યું, ‘મેં અસંખ્ય ગુનાઓ કર્યા છે.’સંતે તેને પ્રેમપૂર્વક કહ્યું, ‘મેં પણ અગણ્ય ગુનાઓ કર્યા છે.સાચો પસ્તાવો કરજે અને હવે કોઈ ગુના કરતો નહિ.’

આ સાંભળીને તે લૂંટારો ઊભો થઇ ગયો. સંત સામે અનિમેષ નયને જોતો રહ્યો. તે કંઈ બોલ્યો નહિ, પણ મનમાં વિચારવા લાગ્યો કે જો આ મહત્મા સંતે પણ આટલા ગુના કર્યા છે તો મેં કર્યા છે તેમાં વાંધો નહિ.હવે નહિ કરું.તેના મનનો ભાર ઓછો થયો હતો. તે ત્યાંથી રવાના થયો ત્યારે તે ખૂબ જ આનંદિત હતો. આ બધું સાંભળીને ખલિલ જિબ્રાન સંતને પૂછે છે ‘ મહાત્મા, તમે જે ગુનાઓ કર્યા જ ન હતા તેનું તમે તમારી પોતાની ઉપર જ સાવ ખોટું દોષારોપણ શા માટે કર્યું?

હવે આ લુંટારો તમારા માટે મનમાં શું વિચારશે? તે તો એમ જ વિચારશે કે જો આ મહાત્મા આટલા ગુના કરી શકે તો મેં કર્યા તેમાં વાંધો નહિ.તમે શું કામ સાવ ખોટી કબુલાતો કરી તમારું નામ ખરાબ કર્યું? એ મને સમજાતું નથી.’ સંતે જવાબ આપ્યો, ‘ તારી વાત સાચી છે. હવે તેને મારા પ્રત્યે આસ્થા રહી નહીં હોય. પણ તે મારી પાસે આશ્વાસન લેવા આવ્યો હતો અને તેને તે આપવાની મારી ફરજ હતી તેથી મેં તેને આશ્વાસન મળે કે તે એકલો ગુનેગાર નથી માટે હું પણ ગુનેગાર છું તેમ કહ્યું અને એટલે તેણે ઘણાં આશ્વાસનો સાથે અહીંથી વિદાય લીધી છે.’ તે વખતે દૂર લુંટારો રાહત મેળવી ગીત ગણગણતો જઈ રહ્યો હતો.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top