Sports

CSKને ગત સિઝનમાં ટાઈટલ જીતાડનાર આ ખેલાડી ઈજાગ્રસ્ત, પહેલા ફેઝમાંથી બહાર થવાની સંભાવના

મુંબઇ: ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) આઈપીએલની (IPL) સૌથી સફળ ફ્રેન્ચાઈઝીમાંથી એક છે. મહેન્દ્ર સિંહ ધોનીની (Mahendra Singh Dhoni) કપ્તાનીમાં ટીમ અત્યાર સુધી પાંચ વખત ટાઈટલ જીતી ચુકી છે. ચેન્નાઈની ટીમ પાસે ઓલરાઉન્ડરોની (Allrounders) ફોજ છે. જે માત્ર થોડા જ બોલમાં મેચનો માર્ગ બદલી શકે છે. 2024ની IPL 22 માર્ચથી શરૂ થઈ રહી છે. પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને આરસીબી (RCB) વચ્ચે રમાશે. પરંતુ આ પહેલા પણ ચેન્નાઈ સુપર કિંગ્સની સ્ટાર ખેલાડી મતિષા પથિરાના (Matheesha Pathirana) ઈજાગ્રસ્ત (Injured) થઈ ગયો છે.

ચેન્નાઈ સુપર કિંગ્સનો બોલર મતિશા પથિરાના ‘ગ્રેડ વન હેમસ્ટ્રિંગ’ સ્ટ્રેઈનથી પીડાઈ રહ્યો છે. શ્રીલંકાના બોલરને 6 માર્ચે સિલ્હટમાં બાંગ્લાદેશ સામેની બીજી T20I દરમિયાન આ ઈજા થઈ હતી. જેના કારણે તે પોતાનો સ્પેલ પણ પૂરો કરી શક્યો ન હતો અને મેદાનની બહાર ચાલ્યો ગયો હતો.

શ્રીલંકા ક્રિકેટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે મતિષા પથિરાના ત્રીજી T20I માટે ઉપલબ્ધ નથી. કારણ કે આ ખેલાડીને ડાબા પગમાં ‘ગ્રેડ વન હેમસ્ટ્રિંગ’ ઈજા છે. આઈપીએલના સૂત્રના જણાવ્યા મુજબ ગ્રેડ વન હેમસ્ટ્રિંગ સ્ટ્રેઈનમાંથી સંપૂર્ણ રીતે સાજા થવામાં લગભગ બે અઠવાડિયા લાગે છે. તેથી પથિરાના ટીમ સાથે ક્યારે જોડાય છે તે જોવું રહ્યું. આ સમયે તે કહેવું ઘણું મુશ્કેલ હશે કે તે શરૂઆતની કેટલીક મેચો માટે ઉપલબ્ધ રહેશે કે નહીં. પરંતુ તે ચોક્કસપણે આઈપીએલના પ્રથમ ફેઝમાંથી બહાર થવાના જોખમમાં છે.

ટાઇટલ જીતવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી
CSK ટીમે ગુજરાત ટાઇટન્સને હરાવીને IPL 2023નું ટાઇટલ જીત્યું હતું. આ ખિતાબ મેળવવામાં મતિષા પથિરાનાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે 12 મેચમાં 19 વિકેટ લીધી હતી. જણઅવી દઇયે કે CSK એ એડમ મિલ્નેના સ્થાને IPL 2022માં પથિરાનાનો સમાવેશ કર્યો હતો. તેમજ તેણે IPL 2022માં 2 મેચ રમીને માત્ર 2 વિકેટ લીધી હતી.

આ ખેલાડી પણ અડધી સિઝન પહેલા આઉટ થઈ ગયો છે
ચેન્નાઈ સુપર કિંગ્સના સ્ટાર બેટ્સમેન ડેવોન કોનવે ઈજાના કારણે IPLના પ્રથમ તબક્કામાં રમી શકશે નહીં. ન્યૂઝીલેન્ડના આ બેટ્સમેનને હાલમાં જ ઓસ્ટ્રેલિયા સામેની T20 સીરીઝમાં અંગૂઠામાં ઈજા થઈ હતી. જેના કારણે તે બે ટેસ્ટ મેચની સીરીઝમાં રમી રહ્યો નથી. કોનવે IPL 2023માં 672 રન સાથે ટીમનો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો.

Most Popular

To Top