SURAT

5 હજાર કરોડનું કૌભાંડ કરીને આફ્રિકા ભાગી ગયેલા ભાવિક કોરાટ મામલે CID ક્રાઇમ દ્વારા તપાસ દબાવી દેવાના આક્ષેપ

સુરત: (Surat) પાંચ હજાર કરોડના કૌભાંડમાં (Scam) હવે નવી ફરિયાદો દાખલ કરવા માટે ચક્રો ગતિમાન થયા છે. જેમાં કૌભાંડી ભાવિક કોરાટ (Bhavik Korat) સામે વધુ ફરિયાદો દાખલ કરવાની કાર્યવાહી પ્રારંભ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. હાલમાં જયારે ભાવિક કોરાટની પત્નીની પૂછપરછ સીઆઇડી ક્રાઇણ દ્વારા કરવામાં આવી હતી. હાલમાં મિનિસ્ટ્રી બદલાયાં પછી સીઆઇડી ક્રાઇમ (CID Crime) દ્વારા આખી તપાસ ધીમી કરી દેવામાં આવી છે. તેમાં ઉચ્ચ સત્તાધીશો અને રાજકીય નેતા નવા હોવાને કારણે તેમને અંધારામાં રાખવામાં આવી રહ્યા છે. સીઆઇડી ક્રાઇમ દ્વારા આ તપાસ દબાવી દેવામાં આવી હોવાના આક્ષેપ પણ થઇ રહ્યાં છે. અલબત હાલમાં આ તપાસ ફરીથી તેને રીઓપન કરવી પડી હતી.

દરમિયાન ચાર દિવસ પહેલા મુખ્ય કૌભાંડી ભાવિક કોરાટની પત્નીની પૂછપરછ સીઆઇડી ક્રાઇમ દ્વારા કરવામાં આવી હતી. આ કેસ સીબીઆઇના દાયરામાં આવતો હોવા છતાં સીઆઇડી ક્રાઇમ ધીમી તપાસ કરીને આ મામલે ભાવિક કોરાટને બચાવી રહી હોવાનુ ચિત્ર ઉપસી રહ્યું છે અને આખી તપાસનું પીંડલુ વાળી દેવામાં આવ્યું છે. ભારત ઉપરાંત દુનિયાના અલગ અલગ દેશોના લોકો પાસે પાંચ હજાર કરોડ પડાવી લેનાર ચીટર ભાવિક હાલમાં આફ્રિકામાં બેઠો છે. હાલમાં પત્નીને મોકલીને તેણે સીઆઇડી ક્રાઇમમાં હાજરી આપી છે.

આ રીતે હજારો લોકો સાથે કરાઇ છેતરપિંડી
ઓનલાઇન ક્રિપ્ટો કરન્સી (Cryptocurrency) વેબસાઇટ પર મૂકીને કોડીના ભાવની ક્રિપ્ટો કરન્સીની કિંમત ભાવિક 60 ડોલર સુધી લઇ ગયો હતો. બાદમાં રાતોરાત સાઇટ બંધ કરી દીધી હતી. તેમાં સુરત ઉપરાંત આખા દેશમાં બે હજાર કરોડની છેતરપિંડી થઇ હોવાનો અંદાજ છે. આ ઉપરાંત યુરોપ અને અમેરિકાના દેશોના લોકો ઓન લાઇન પર જે લેવેચ કરે છે તેઓ સાથે પણ હજારો કરોડોની છેતરપિંડી ભાવિક કોરાટ દ્વારા કરવામાં આવી હોવાની વાત છે.

ગભેણી ગામ પાસે સચીન જીઆઈડીસી પોલીસે દેશી તમંચા સાથે એકને પકડી પાડ્યો

સુરત: સચીન જીઆઈડીસી પોલીસને બરફ ફેકટરી, ગભેણી ગામ તરફ જતા રોડ ઉપર એક વ્યક્તિ પાસે પિસ્તલ જેવું હથિયાર હોવાની બાતમી મળી હતી. જેના આધારે જીઆઈડીસી પોલીસે સુદામા ગુલાબ પટેલ (ઉવ.૩૧ રહે.- રૂમ નં 5, પ્લોટ નં .૨૬૧, આરીફભાઇની ચાલ, ગુરૂકૃપા સોસાયટી , બરફ ફેકટરી પાસે , સચીન જીઆઈડીસી તથા મુળગામ – બદબદા, જિલ્લો કોસંબા, ઉત્તરપ્રદેશ)ને ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી દેશી હાથ બનાવટનો તમંચો કબજે કરાયો હતો. સચીન જીઆઈડીસી પોલીસે આ અંગે વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top