વિસ્મર: વિશ્વનું (World) સૌથી મોટું ક્રૂઝ શીપ (Cruise ship) તેની પહેલી સહેલગાહ પર નિકળે તે પહેલા જ તેને ભંગારવાડે વેચવાનો સમય આવ્યો છે કારણ કે તેના માલિકો દેવાળિયા થઇ ગયા છે!
ગ્લોબલ ડ્રીમ-૨ નામનું આ વૈભવશાળી જહાજ જર્મન-હોંગકોંગ શિપબિલ્ડિંગ કંપની એમવી વર્ફટેન દ્વારા બાંધવામાં આવ્યું હતું. આ મહાકાય ૧૧૨૨ ફૂટનું જહાજ વિશ્વનું અત્યાર સુધીનું સૌથી મોટું ક્રૂઝ જહાજ છે જે ૯૦૦૦ પ્રવાસીઓને લઇ જઇ શકે છે અને તેને બાંધવામાં ૧.૨ અબજ ડોલરનો ખર્ચ થયો હતો. આ જહાજ પર વોટર પાર્ક અને સિનેમા ગૃહ સહિત અનેક સવલતો છે. જો કે આ જહાજ બંધાઇને લગભગ તૈયાર જ ગઇ ગયું હતું કે તેનું બાંધકામ કરનાર અને તેની માલિક કંપની એવી એમવી વર્ફટેન નાદાર થઇ ગઇ. હવે આટલું મોંઘુ દાટ જહાજ ખરીદવા માટે દુનિયામાં કોઇ તૈયાર નથી અને વૈભવશાળી ક્રૂઝ જહાજને તોડવા માટે ભંગારવાડે વેચી દેવા સિવાય કોઇ ઉપાય નથી. વીસ માળના આ જહાજને હાલમાં જર્મનીના વિસ્મર ખાતેના જહાજ વાડામાં રાખવામાં આવ્યું છે.
૧.૨ અબજ ડોલરના ખર્ચે બંધાયેલા ગ્લોબલ ડ્રીમ-૨ નામના વિશાળ વૈભવી જહાજમાં ૯૦૦૦ જેટલા પ્રવાસીઓ સહેલગાહ કરી શકે છે. જો કે આ જહાજ બાંધનાર તેની માલિક કંપની નાદાર થઇ ગઇ અને આ જહાજ તેની પાસેથી ખરીદવા કોઇ તૈયાર ન હોવાથી તેને હવે ભંગારવાડે આપવું પડશે