સામાન્ય માન્યતા પ્રમાણે વિદેશની પ્રજાને પ્રામાણિક અને કૌભાંડોથી મુકત ગણવામાં આવે છે. સમાચાર પ્રમાણે અમેરિકી પ્રમુખ બાઇડેનના પુત્ર હન્ટર પર નાણાંની ગેરરીતિનાં ઘણાં બધા આક્ષેપો છે. લગભગ 1 કરોડ ડોલરની ગેરરીતિ અને ભેગા કરવાનું આરોપનામું છે. હવે તે પુરવાર કરવાનું છે. પુરવાર ત્યાં સુધી હન્ટર ખુલ્લેઆમ ફરે છે. હાલમાં તે પિતા માટે આવનારી ચૂંટણીનાં પ્રચારમાં વ્યસ્ત છે.
પરંતુ કોઇ જાહેર ગેરરીતિનાં સમાચાર આવે તે મોટાં તો ના હોય. ભારતમાં તો લગભગ મોટા ભાગનાં નેતાઓનાં સંબંધીઓ, પુત્ર-પુત્રીઓ ગેરરીતિથી નાણાં ભેગા કરવામાં સપડાયેલા જ હોય છે. તે પુરવાર થતાં છતાં તેઓને કોઇ મોટી સજા થતી નથી કે નેતાનો વહિષ્કાર કરવામાં આવતો નથી. બધાં આરામથી, મોજથી રહે છે હરેફરે છે. જોકે વિદેશી પ્રજા કૌભાંડોથી દૂર જ હોય છે. સામાન્ય પ્રજા વ્યવહારમાં ગેરરીતિ કરતી નથી.
બહુ લાંબે સમયે ગેરરીતિનાં સમાચાર આવે છે પરંતુ તે પ્રમુખ કે વડાપ્રધાનનાં જ પુત્ર-પુત્રીઓનાં હોય છે. આપણે ત્યાં કૌભાંડો અને ગેરરીતિથી નાણાં કમાવાનું સામાન્ય છે. ભારતનાં નેતાઓના પુત્ર-પુત્રીઓને તો સજા પણ થતી નથી. ઢાંકપિછોડો કરી બધુ સમેટી લેવામાં આવે છે. વિદેશી પ્રજા તો આવા ગુનાને પાપ ગણી તેનાથી સો જોજન દૂર રહે છે. ભારતની પ્રજા તો દુનિયામાં સૌથી વધુ ધાર્મિક ગણાવે છે. અને ભગવાનનાં ઓછા હેઠળ કેટલાં બધાં નાણાં કૌભાંડોમાં ફસાયેલી હોય છે.
મંદિરના પુજારીઓ પણ મોટે ભાગે આમાંથી બાકાત નથી. જોકે તે લોકોને નૈતિક રીતે બીજી રીતે ઇશ્વર સજા તો કરે જ છે. પરંતુ તે લોકોને લીધે ભારતની સામાન્ય પ્રજા ગરીબીમાં જીવે છે તે કોઇ જોતું નથી. આ સવાલ સરકારનો નથી પ્રજાનો છે માટે ભારતની પ્રજાએ આ માટે ખૂબ ઊંડો વિચાર કરવાની જરૂર છે. ભગવાન સજા કરે તેના કરતાં પ્રજાએ જ સજા કરવી જોઇએ જેથી બીજા પર દાખલો બેસે.
સુરત – ડો. કે.ટી. સોની.આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.