વડોદરા : મહાનગર પાલિકાનું ઓડિટ વિભાગનું કરોડો રૂપિયાનું નવું કૌભાંડ સામે આવ્યું છે. ટેલીફોન કંપનીના ઓએફસી કેબલ નેટવર્ક તેમજ મોબાઇલ ટાવર ઉભા કરેલા હોય તેની લાગત ફી, વાર્ષિક પરવાનગી ફી, ઈન્સ્ટોલેશન ચાર્જ, પ્રોપર્ટી ટેક્ષ તથા કેબલ નેટવર્ક નું ભાડું, સિક્યુરિટી ડિપોઝિટ વગેરેના ચાર્જ વહીવટી વોર્ડ નંબર 1 થી 12 વોર્ડ વિભાગ દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી વસૂલ કરવામાં આવ્યું નથી. ઓડિટ વિભાગ દ્વારા ઓડિટ કરવામાં આવ્યું નથી. વડોદરા શહેરના જાગૃત નાગરિક દ્વારા આરટીઆઈ કરવામાં આવતા તેમાં સ્ફોટક માહિતી બહાર આવી છે. વોર્ડ ઓફિસરોની બેદરકારી બહાર આવી છે. વડોદરા શહેરનો વિસ્તાર વધ્યો છે. વુડાના અમુક ગામોનો વડોદરા શહેરમાં સમાવેશ કરવામાં આવતા કોર્પોરેશનની હદ વધી છે. વિવિધ મોબાઈલ કંપનીના ટાવર ઈન્સ્ટોલેશન વડોદરાના પાલિકાની હદમાં થાય છે. જેની પાલિકાએ વાર્ષિક લાગત ફી નક્કી કરી છે.
ટેલીકોમ કંપનીના ઓએફસી કેબલ નેટવર્ક તેમજ મોબાઇલ ટાવર લેવા પાત્ર લાગત ફી નું વહીવટી વોર્ડ 1 થી 12 માં છેલ્લા ઘણા વર્ષોથી ઓડિટ શાખા દ્વારા ઓડિટ કરવામાં આવેલ નથી. ટેલીકોમ કંપનીના ઓએફસી કેબલ નેટવર્ક તેમજ મોબાઇલ ટાવર લગાવતી વખતે વાર્ષિક પરવાનગી ફી, ઈન્સ્ટોલેશન ચાર્જ, પ્રોપર્ટી ટેક્ષ તથા કેબલ નેટવર્ક નું ભાડું, સિક્યુરિટી ડિપોઝિટ વગેરેના કોરોડો ની લાગત પાલિકા ને મળે છે.ઓડીટ વિભાગ,વોર્ડ 1 થી 12 ના વૉર્ડ ઓફિસરો તથા ઝોન ના આસિસ્ટ મ્યુનિસિપલ કમિશનરો ઉપર જવાબદારી ઢોળી રહ્યું છે.વાર્ષિક પરવાનગી ફી, ઈન્સ્ટોલેશન ચાર્જ, પ્રોપર્ટી ટેક્ષ તથા કેબલ નેટવર્ક નું ભાડું, સિક્યુરિટી ડિપોઝિટ પાલિકા ની કચેરીમાં જમા કરવાની હોય છે.
પાલિકાએ છેલ્લા ઘણાં વર્ષોથી કરોડો રૂપિયાની આવક ગુમાવી
ટેલિકોમ કંપનીના ઓપરેટરો, મોબાઈલ કંપનીના ઓપરેટરો પાલિકા ના ભ્રષ્ટ ઓફિસરોના મિલીભગત થી પાલિકા છેલ્લા કેટલાક વર્ષો થી કરોડો રૂપિયાની આવક ગુમાવી રહ્યું છે.કેટલાક ભ્રષ્ટ વોર્ડ ઓફિસર, રેવન્યુ ઓફિસર, આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર , ચીફ ઓડિટ વિભાગ કંપનીના સ્થાનિક વડા તથા એમના ઇજારદારો સાથે પોતાની ‘ગોઠવણ’ કરી લેતા હોય છે.ચીફ ઓડિટર શાખા ભલે કહેતી હોય કે આ જવાબદારી વૉર્ડ ઓફિસર આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમીશનર હોય છે.બને અધિકારીઓ એ વૉર્ડ ઓફિસ માં કંઈ ખોટું થતું હોય તો તેને પકડી પાડવાની સીધી જવાબદારી છે. ઓડિટ વિભાગે ઓડિટ નથી કર્યું તો તેની સીધી જવાબદારી સ્થાયી સમિતિ અને મ્યુ. કમિશનર હોય છે.વર્ષો સુધી ઓડિટ થયું નથી તેની સ્ફોટક માહિતી બહાર આવી છે કરોડો કૌભાંડ થયાનું ચર્ચાય છે.તપાસનો વિષય બને છે.
સિકીયુરિટી ડિપોઝીટ વગેરેની વસૂલાતની તપાસની કામગીરી હાલમાં બંધ : સિનિયર ઓડિટર
ચીફ ઓડિટર શ્રી ની કચેરીના સિનિયર ઓડિટર (દક્ષિણ,/પૂર્વ ઝોન,) દ્વારા મળી કે દક્ષિણ ઝોન ના વૉર્ડ 3, 4, 12 તથા પૂર્વ ઝોન ના વૉર્ડ 1, 2, 9 માં તમામ પ્રકાર ની લાગત ફી જમા રકમની તપાસણી (ઓડિટ) થઈ નથી. ઉત્તર ઝોન સિનિયર ઓડિટરે જણાવ્યું કે વૉર્ડ 8 માં વિવિધ પ્રકાર ની લાગત તથા સિકીયુરિટી ડિપોઝીટ વગેરેની વસૂલાત જમા રકમ ની તપાસણી કામગીરી હાલ માં બંધ છૅ. પશ્ચિમ ઝોન સિનિયર ઓડિટરે જણાવ્યું વૉર્ડ 10 માં આવતી લાગત ફી સિકીયુરિટી ડિપોઝીટ વગેરે જે જમા થાય છે તેની તપાસણી કામગીરી બંધ છે.
સેવાસદનની તિજોરીમાં થયેલી આવક કરતાં અિધકારીઓ પાસે રૂપિયા વધુ ગયા
5 -5 મ્યુનિસિપલ કમિશનર બદલાયા પાલિકાના રેકોર્ડ ઉપર ઓડિટ વિભાગની બેદરકારી સામે આવી નથી. ક્રોસ વેરિફિકેશન થયું નથી. ઓડિટ થયું નથી. પાલિકાની તિજોરી માં રૂપિયા ગયા એના કરતાં વધારે અધિકારીઓ પાસે ગયા. આવી મોબાઈલ કંપનીના ઓપરેટર પાસે પેનલ્ટી સાથે રકમ વસુલ કરવી જોઈએ. મ્યુનિસિપલ કમિશનર તાત્કાલિક તપાસ સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવી વિજિલન્સ ને આપવી જોઈએ. ટુંક સમય માં તપાસ રિપોર્ટ આવે. અને જો કોઈ કૌભાંડ થયું હોય તો તે જવાબદાર અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ કરવી જોઈએ.
પાલિકા દ્વારા છેલ્લા ઘણાં સમયથી સુપરવિઝન કે મોનોટરિંગ કરાતું નથી
કોર્પોરેશનમાં વેરાની આવક સહિત વિવિધ પ્રકારના લાગત ની આવક થાય છે. તેવી જ રીતે ટેલિફોન ઓપરેટ કંપનીના ઓએફસી કેબલ , મોબાઈલ ટાવરની લાગતી પાલિકાને મળે છે. પાલિકા છેલ્લા ઘણા વર્ષો થી સુષુપ્ત અવસ્થા માં છે. ઉચ્ચ અધિકારીઓનું સુપરવિઝન નથી અને આ વિભાગો ઉપર કોઇ મોનોટરીગ થતું નથી. શહેરના જાગૃત નાગરિકે થોડા સમય અગાઉ આર ટી આઈ માં માહિતી માગતા પાલિકા સફાળે જાગી હતી.અને અત્યાર સુધી ની બાકી વસૂલાત માટે તથા લાગત ફી વાર્ષિક પરવાના ફી વેરા વગેરે ની વસૂલાત કરવા માટે જે તે વોર્ડ ઓફિસર ને કાર્યવાહી કરવા જણાવામાં આવેલ છે.જેના ઉપર આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર નું સીધું સુપરવિઝન હોય છે.
વસૂલાતની જવાબદારી વૉર્ડ ઓફિસરની
ચારે ચાર ઝોન ના સિનિયર ઓડિટરે આર ટી આઈ ના જવાબ માં જણાવ્યું કે વાર્ષિક પરવાનગી ફી, ઈન્સ્ટોલેશન ચાર્જ, પ્રોપર્ટી ટેક્ષ તથા કેબલ નેટવર્ક નું ભાડું, સિક્યુરિટી ડિપોઝિટ વગેરેની બાકી વસૂલાત અંગે ની સઘળી કાર્યવાહી વૉર્ડ ઓફિસર ને કરવાની રહે છે તથા વહીવટી વડા, આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર દેખ રેખ હેઠળ કરવાની હોય છે.