Gujarat

રાજ્યમાં ભારે વરસાદના કારણે 9 જિલ્લાના 2.42 લાખ હેક્ટરમાં પાક ધોવાયો, છોટાઉદેપુરમાં સૌથી વધુ નુકસાન

ગુજરાત: રાજ્ય સરકાર દ્વારા ભારે વરસાદથી (Heavy Rain) પૂરગ્રસ્ત વિસ્તારમાં સર્વે (Survey) કરવામાં આવી રહ્યો છે. જેમાં પૂરગ્રસ્ત જિલ્લામાં હેક્ટરથી (Hectares) પાકોનું (Crops) કેટલું નુકસાન થયું છે આ અંગે સર્વે કરવામાં આવ્યો છે. 207 ટીમો દ્વારા પાક નુકસાન સર્વેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં કચ્છ સહિત 9 જિલ્લાના 41 તાલુકામાં સર્વે કરવામાં આવ્યો છે. 21 તાલુકામાં 3070 ગામોનો સમાવેશ થાય છે. જેમાંથી 2346ગામોમાં સર્વે પૂરો કરવામાં આવ્યો છે. સર્વેના આધારે રાજ્યના 9 જિલ્લાનાં 2.42 લાખ હેક્ટરમાં પાક ધોવાઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે 61 હજાર હેક્ટરમાં 33 ટકા કરતાં વધુ નુકસાન થયું છે.

ભારે વરસાદના કારણે રાજ્યના 9 જિલ્લામાં પાકના નુકસાનનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જેમાં સૌથી વધુ નુકસાન છોટાઉદેપુર જિલ્લામાં થયું હોવાનું સામે આવ્યું છે. છોટાઉદેપુર જિલ્લાના 880 ગામમાં 1.30 લાખ હેક્ટર વિસ્તારમાં પાકને નુકસાન પહોંચ્યું છે. જ્યારે અન્ય જિલ્લામાં પણ ભારે નુકસાન થયું છે. દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત, નર્મદા, તાપી અને ડાંગ સહિતના હેક્ટર વિસ્તારમાં અસર થઈ છે.

જ્યારે ઉત્તર ગુજરાતમાં કચ્છના જિલ્લામાં ભારે વરસાદના કારણે નુકસાન થયું છે. નર્મદા જિલ્લાના 547 ગામોમાં 59430 હેક્ટર વિસ્તારમાં અસર નુકસાન થયું છે. જ્યારે છોટાઉદેપુરના 880 ગામોમાં 130555 હેક્ટર, નવસારીના 387 ગામોમાં 9457 હેક્ટર, પંચમહાલના 39 ગામોમાં 830 હેક્ટર, સુરતના 96 ગામોમાં 235.35 હેક્ટર, વલસાડના 283 ગામોમાં 6348 હેક્ટર, તાપીના 256 ગામોમાં 744 હેક્ટર, ડાંગના 310 ગામોમાં 20807 હેક્ટર અને કચ્છના352 ગામોમાં 13979 હેક્ટર વિસ્તારમાં અસર થઈ છે.

રાજ્યના 35 જળાશયો ફૂલ છે
ઉત્તર ગુજરાતના 15 જળાશયો, મધ્ય ગુજરાતના 17 જળાશયો, દક્ષિણ ગુજરાતના 13 જળાશયો, કચ્છના 20 જળાશયો અને સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં જળસંગ્રહ થયો છે. રાજ્યમાં ભારે વરસાદના કારણે રાજ્યના 35 જળાશયોમાં 100 ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે. જ્યારે રાજ્યના 41 જળાશયો એવા છે જેમાં 70થી 100 ટકાની વચ્ચે પાણીનો સંગ્રહ થયો છે. 33 જળાશયોમાં 50થી 70 ટકાવી વચ્ચે, 41 જળાશયોમાં 25 ટકાથી 50 ટકાની વચ્ચે, 56 જળાશયોમાં 25 ટકાથી ઓછો જળસંગ્રહ થયો છે. જ્યારે 18 જળાશયો 90 ટકાથી 100 ટકા વચ્ચે ભરાતા હાઈએલર્ટ પર છે. તેમજ 8 જળાશયો 80 ટકાથી 90 ટકા ભરાતા એલર્ટ પર છે.

Most Popular

To Top