વિશ્વની નંબર વન ગેમ એવી ફૂટબોલને સૌથી વધુ દર્શકો મળે છે અને સૌથી વધુ રકમ પણ ફૂટબોલરોને જ મળે છે. ફૂટબોલની રમતમાં ઘણા એવા લોકપ્રિય સ્ટાર છે, કે જેઓ માત્ર પોતાના પ્રદેશમાં જ નહીં પણ વૈશ્વિક સ્તરે લોકપ્રિયતા ધરાવે છે. ફૂટબોલરોની લોકપ્રિયતા માત્ર એક દેશ કે પ્રદેશ પુરતી નથી હોતી પણ ઇન્ટરનેશનલ હોય છે અને તેમાંથી કેટલાક ફૂટબોલર તો એવા હોય છે જેની લોકપ્રિયતા હોલિવૂડના સુપરસ્ટાર હીરો કરતાં વધારે હોય છે. વળી આ જગવિખ્યાત ફૂટબોલરો દરેક બાબતમાં હોલિવૂડના સુપરસ્ટાર્સને પણ પછાડી દેતા હોય છે. ફૂટબોલની રમતમાં અત્યારે સૌથી વધુ ગાજતું નામ હોય તો તે છે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો.
પોર્ટુગલના ફૂટબોલર રોનાલ્ડોએ અનેક વિવાદો સર્જાયા છે પરંતુ ફૂટબોલમાં તેની રમત એવી છે કે તેના માટેની બધી નેગેટિવ બાજુ તેના ચાહકો ભૂલી જાય છે. રોનાલ્ડો ખૂબ મોંઘો ખેલાડી છે પરંતુ ખૂબ મોંઘો ખેલાડી હોવા સાથે તેણે પોતાની લોકપ્રિયતાને અકબંધ રાખી છે કે દુનિયાની કોઈપણ ફૂટબોલ ફ્રેન્ચાઇઝી કે પછી કોઈપણ ફૂટબોલ ક્લબ તેને મ્હો માંગી કિંમત આપીને પોતાની સાથે રાખવા માટે તૈયાર હોય છે. પરંતુ રોનાલ્ડોની પોતાની પણ એક પસંદ હોય છે અને એ પસંદ પ્રમાણે જ તે મુજબ તે ટીમ પસંદ કરતો હોય છે. ફૂટબોલનાી મેદાનમાં તો અનેક વાર રોનાલ્ડોએ અનેક વિક્રમો કર્યા છે અને લોકપ્રિયતાની બુલંદી પર પહોંચી ગયો છે, પરંતુ તાજેતરમાં એક નવો વિશ્વ વિક્રમ રોનાલ્ડો નામે નોંધાયો છે. રોનાલ્ડો વિશ્વમાં સૌથી વધુ લોકપ્રિય બની ગયો છે. આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે. આ સોશિયલ મીડિયાના આધારે એટલે કે ઇન્સ્ટાગ્રામ પર જે કે લાઈક મળે છે અને ફોલોઅર્સ હોય છે તેના આધારે રોનાલ્ડો વિશ્વમાં સૌથી વધુ લોકપ્રિય બનવાનો વિશ્વ વિક્રમ નોંધાવ્યો છે. ઈન્સ્ટાગ્રામ ઉપર રોનાલ્ડોના ૪૦૦ મિલિયન ફોલોઅર્સ છે, કેટલા ૪૦૦ મિલિયન ફોલોઅર્સ મેળવનાર તે દુનિયાનો એક માત્ર વ્યક્તિ છે.
સોશિયલ મીડિયા લોકપ્રિયતા ચકાસણી કરવાનું માપ હોય તો વિશ્વમાં સૌથી લોકપ્રિય ફુટબોલ સ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો બની ગયો છે પોર્ટુગલના સ્ટાર ખેલાડી રોનાલ્ડોનું ઇન્સ્ટાગ્રામ પર ૪૦૦ મિલિયન એટલે કે ૪૦ કરોડ ફોલોઅર્સ છે આટલી પ્રસિધ્ધિ મેળવનાર તે ખૂબ નસીબદાર અને એકમાત્ર વ્યક્તિ છે. રસપ્રદ બાબત એ છે કે રોનાલ્ડો 2020 જાન્યુઆરી માં પણ ૨૦૦ મિલિયન ફોલોઅર્સ સુધી પહોંચનાર પ્રથમ વ્યક્તિનો રેકોર્ડ નોંધાવ્યો હતો. રોનાલ્ડોની મોટાભાગની પોસ્ટ ઈન્સ્ટાગ્રામ પર તેના પરિવાર અંગે ફૂટબોલ અંગે અને તેના પ્રમોશનના સંદર્ભમાં હોય છે. રોનાલ્ડોએ તાજેતરમાં તેનો 37મો જન્મદિવસ ઉજવ્યો હતો તે અંગે તેની એક પોસ્ટ કરી હતી તેના લગભગ 14 મિલિયન લાઈક મળ્યા હતા કોઈ વ્યક્તિગત પોસ્ટને આટલી લાઈક મળી હોય તેવો આ પ્રથમ પ્રસંગ છે. ગત મહિને ફિફાએવોર્ડથી સન્માનિત થયેલો આર્જેન્ટિનાનો લિયોનલ મેસી પણ મોટું નામ છે અને રોનાલ્ડો સાથે હરીફાઈમાં છે. મેસી ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલોઅર્સ ધરાવવા મામલે બીજા ક્રમે આવ્યો છે. મેસીના 300 મિલિયન ફોલોઅર્સ પુરા થયા હતા.