જમ્મુ-કાશ્મીર: ઉત્તરાખંડના (Uttarakhand) જોશીમઠમાં (Josh math) ભૂસ્ખલનની (landslides) ઘટના હજી પણ લોકોના મનમાં તાજી જ હશે ત્યારે હવે દેશના અન્ય રાજ્યમાંથી પણ ભૂસ્ખલનના ભયાનક સમાચાર સામે આવી રહ્યા છે. જમ્મુ-કાશ્મીરના (Jammu Kashmir) ડોડા (Doda) જિલ્લાના કેટલાક વિસ્તારોમાં જોશીમઠ જેવી તિરાડો (cracks) પડતા લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. ડોડા જિલ્લાના નાઈ બસ્તી ગામના ઘરોમાં તિરાડો દેખાતા પરિવારોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આ મામલે અધિકારોએ જણાવ્યું હતું કે જમીન ધસી જવાને કારણે ઘણા મકાનોમાં તિરાડો દેખાવા લાગી છે. તાજેતરમાં વરસાદને કારણે ભૂસ્ખલનને કારણે પરિસ્થિતિ વધુ વણસી હતી.
મળતી માહિતી અનુસાર જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં ઉત્તરાખંડના જોશીમઠ જેવી સ્થિતિ ઊભી થઈ છે. ડોડા જિલ્લામાં જમીન ધસી જવાના કારણે 21 મકાનોમાં તિરાડ પડી છે. જેમાંથી 19 મકાનો, એક મસ્જિદ અને ધાર્મિક શૈક્ષણિક સંસ્થાનો સમાવેશ થાય છે. ડોડા જિલ્લાના નાઈ બસ્તી ગામના ઘરોમાં તિરાડો દેખાતા 19 પરિવારોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ ડોડાના એસએસપી અબ્દુલ કયૂમ ઘટના સ્થળે પહોંચ્યા હતા.
વહીવટીતંત્રે 19 પરિવારોનું સ્થળાંતર કર્યું
ડોડાના એસએસપી અબ્દુલ કયૂમે જણાવ્યું કે, અત્યાર સુધીમાં 19 પરિવારોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. વરસાદના કારણે પહોડા નરમ પડવાના કારણે ભૂસ્ખલનની સ્થિતિ સર્જાય હોય શકે છે. કયૂમે કહ્યું કે ભૂસ્તરશાસ્ત્રીઓ અને એન્જિનિયરોની ટીમે સ્થળનું નિરીક્ષણ કરવા ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. કય્યુમે કહ્યું કે આ સ્થળ પરના પહાડોનો અભ્યાસ કરનારા નિષ્ણાતોના મતે ત્યાંની જમીન ઈમારતોનું વજન સહન કરી શકતી નથી. તેમણે કહ્યું કે આ વિસ્તારમાં નવા અને જૂના બંને સ્ટ્રક્ચર્સ બનાવવામાં આવ્યા છે.
ત્યારે આ મામલે ડોડાના જિલ્લા મેજિસ્ટ્રેટ અતહર અમીને જણાવ્યું હતું કે આ અગાઉ ડિસેમ્બરમાં જિલ્લામાં કેટલાંક ઘરોમાં તિરાડો પડી હતી. પરંતુ ગુરુવાર સુધીમાં વધુ છ ઈમારતોમાં તિરાડો પડી ગઈ છે. તેમણે જણાવ્યું હતું કે તિરાડો વધી રહી છે. આ અંગે સરકારને જાણ કરવામાં આવી છે.
સ્થિતિ જોશીમઠ જેટલી ચિંતાજનક નથી – વહીવટીતંત્ર
અબ્દુલ ફારૂક, જેઓનાં ઘરોમાં તિરાડો પડી ગઈ છે, તેણે વહીવટીતંત્રને અસરગ્રસ્ત લોકોને સલામત સ્થળે ખસેડવાની અપીલ કરી હતી. ભૂસ્ખલનને કારણે કેટલાક મકાનો સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થયા છે, ફારુકે જણાવ્યું હતું. તેની અસરમાં એક મસ્જિદ પણ આવી ગઈ છે. જો કે અધિકારીઓએ ઉત્તરાખંડના જોશીમઠ સાથે ડોડાની સરખામણી કરવાનો ઇનકાર કર્યો હતો, જ્યારે ડોડાની તુલનામાં જોશીમઠમાં મોટી સંખ્યામાં લોકોને તેમના મકાનોમાં તિરાડો પડી જતાં તેમને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. કયૂમે કહ્યું કે તેથી બંનેની સરખામણી કરી શકાતી નથી.