દાહોદ: દાહોદ શહેરમાં ટ્રાફિક થી ધમધમતા તેમજ હાર્દ સમા ગણાતા સ્ટેશન રોડ ઉપર આવેલી મોબાઈલની દુકાનમાં કોસ્મેટિક આઈટમોના ફેરીયાના સ્વાગમાં આવેલા લૂંટારુંએ મોબાઇલમાં મોબાઇલની દુકાનમાં ઘુસી બંદૂકની અણીએ મોબાઈલ તેમજ રોકડ રકમની સનસનાટી ભરી લૂંટ ચલાવી ભાગી છુટવામાં સફળ રહ્યો છે. જોકે આ લૂંટની ઘટના CCTV કેમરામાં કેદ થઈ જવા પામી હતી. સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલા ટાઇટનિક કોમ્પ્લેક્સના ભોયતળિયે આવેલી બદરી મોબાઈલ નામક દુકાન ચલાવતા.
મુસ્લિમ ભાઈ આજરોજ સાંજના 4 વાગ્યાના સુમારે કોસ્મેટીક આઈટમોના વેચાણ કરવાનાં ફેરિયાના સ્વાંગમાં MH-30-AP-2997 નંબરની મોટરસાયકલ પર આવેલા લુટારૂએ મોબાઈલ ખરીદવાના નામેં દુકાનમાં પ્રવેશ કરી દુકાનમાં બેસેલા મુસ્લિમભાઈ ને રિવોલ્વર બતાવી અને તેની પાસેથી મોબાઇલ તેમજ 50 હજારની રોકડ રૂપિયાની લૂંટ ચલાવી ભાગવાનો પ્રયાસ કરતા દુકાનદાર મુસ્લિમભાઈ તેમજ રોડ પર ઉભેલા એક રાહદારી વૃદ્વ લુરારુંને પડકારતા બંદૂક દેખાડી પોતાનું કોસ્મેટિકનું સમાન રોડ પર મૂકી ભાગી છૂટ્યો હતો. જોકે આ સમગ્ર ઘટના કોમ્પ્લેક્સમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઇ જવા પામી હતી.જે બાદ ત્યાંથી પસાર થતા દાહોદના જાગૃત પત્રકારોએ ઘટના સબંધે આ મામલે પોલીસને જાણ કરતા દાહોદ એલસીબી, દાહોદ ટાઉન એ ડીવીઝન, બી ડીવીઝન, પોલીસ ઘટના સ્થળે પહોંચી CCTv કેમેરાની ફૂટેજના આધારે લુરારૂનો પગેરું શોધી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
કોસ્મેટિક આઇટમો વેચવાના સ્વાગમાં લૂંટારૂઓ આવ્યા
દાહોદના હાર્દ સમા સ્ટેશન રોડ પર દુકાનદાર લૂંટાયો બાઈક પર આવેલા લુટારુએ મોબાઈલની દુકાનમાં બંદૂકની અણીએ ચલાવી લૂંટ. બદરી મોબાઈલની દુકાનમાં મોબાઈલ લેવાના બહાને આવેલા લુરારૂએ બંદૂકની અણીએ લૂંટ ચલાવી. લૂંટની સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા CCTV કેમેરામાં કેદ. કોસ્મેટિક આઇટમો વેચવાના સ્વાગમાં આવેલા લુરારૂએ લૂંટ ચલાવી. ભાગતા લૂંટારુને દુકાનદાર તેમજ રાહદારીએ પડકાર્યો ગભરાયેલો લૂંટારુ સમાન ફેંકીને ભાગ્યો. દાહોદ LCB, ટાઉન પોલીસ ઘટના સ્થળે પહોંચી.CCTV કેમેરાની ફૂટેજના આધારે પોલીસ તપાસમાં જોતરાઈ.