Entertainment

‘ક્રિમીનલ જસ્ટિસ: અધૂરા સચ’ વેબ સિરીઝ પ્રેક્ષકોમાં થ્રીલનો અનુભવ

વી. શ્રેણીમાં કુટુંબ કથા યા તંત્ર-મંત્ર, નાગીન, ધર્મ કથાઓ ખૂબ ચાલે છે તો વેબ સિરીઝોમાં અપરાધ કથાઓ ખૂબ ચાલે છે. અપરાધ હોય તો પોલીસથી માંડી ન્યાયતંત્ર સુધીની આખી વ્યવસ્થા સમાવી શકો. હમણાં ક્રિમીનલ જસ્ટિસ: અધૂરા સચ’ની ત્રીજી સિઝન શરૂ થવામાં છે. ઓટીટી પર તે 2019થી ચાલે છે. હમણાં તેનું ટિઝર રજૂ થયું જે કહે છે કે, ‘જીત આપકી યા મેરી નહીં, ન્યાય કી હોની ચાહિયે’, ડીઝની પ્લસ હોટ સ્ટાર પર રજૂ થનારી આ ત્રીજી સિઝનમાં માધવ મિશ્રાની ભૂમિકામાં પંકજ ત્રિપાઠી જોવા મળશે અને તેની સાથે આસિસ્ટન્ટ પબ્લીક પ્રોસિકયુટર તરીકે શ્વેતા બસુ દેખાશે. પંકજ સિરીઝ બાબતે ખૂબ ઉત્સાહી છે અને કહે છે કે હું જૂદા જૂદા કેસોમાં શામિલ થવા ખૂબ ઉત્સાહી છું અને માધવ મિશ્રાના પાત્રમાં એ બધી જ શકયતા છે.

ન્યાય મેળવવા માટે માધવ મિશ્રા કેવી જંગ ખેલે છે તે જ આ સિરીઝને નાટકીય બનાવતું તત્વ છે. આ સિરીઝ ખાસ એટલા માટે પણ છે કે ‘શોલે’ના દિગ્દર્શક રમેશ સીપ્પીનો દિકરો રોહન સિપ્પી તેનું દિગ્દર્શન કરી રહ્યો છે. બ્રિટિશ ટી.વી.પર 2008માં મૂળ સિરીઝ રજૂ થયેલી. ભરતીયકરણ કરાયું પછી પહેલી સિઝન તિગ્માંશુ ધુલીયા અને વિશાલ ફૂરિયાના દિગ્દર્શનમાં બનેલી. તેમાંય પંકજ ત્રિપાઠી, વિક્રાંત મેસ્સી હતા અને તે ઉપરાંત જેકી શ્રોફ, અનુપ્રિયા ગોયંકા, મિતા વશિષ્ઠ હતા. બીજી સિરીઝમાં તો દિપ્તી નવલ પણ ઉમેરાયેલી. હવે ત્રીજી સિઝન ફરી એજ થ્રિલીંગ અનુભવ બની રહેશે.

Most Popular

To Top