વડોદરા: પાલિકાની ઢોર પાર્ટીઍ ગાય સર્કલ પાસેથી ગાય સહિત ત્રણ ઢોરને પકડીને ગોપાલક વિરૂધ્ધ ગુનો નોંધાવ્યો હતો. વડોદરા મહાનગર પાલિકાના ઢોર ડબ્બા શાખાના સુપ્રિન્ટેન્ડન્ટે ડો. વિજય પંચાલે ગોત્રી પોલીસ મથકે ગુનો નોંવ્યો હતો. ૧૦-૮-૨૧ના રોજ ગાય સર્કલ પાસેથી પકડેલી ગાયને છોડાવવા માલિક ભરવાડ મેહુલ મોહનભાઈ (કાલુમિયાની ચાલ, રામપુરા) આવ્યા હતા. જાહેરમાર્ગ પર પ્રજાનું જાનનું જોખમ ઉભુ કરવા ઈરાદાપૂર્વક ગુનાહિત કૃત્ય ગોપાલકે કર્યું હતું. રખડતા ઢોરો રાહદારીઓ કે વાહનચાલકોને ગંભીર ઈજાઓ પહોંચાડીને જીવલેણ ઈજાઓ પહોંચાડતા મોત પણ નિપજાવવાના બનાવ ભૂતકાળમાં બની ચુકયા છે. જેથી નાગરિકોની સલામતીને ધ્યાને રાખીને ગુનાહિત માનસિકતા ધરાવતા ગોપાલક વિરૂધ્ધ ગોત્રી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
કારમી ચિચિયારીઓ દેકારા પડકારા પાડીને ઍક જુથ ગૌપાલકો ભયભીત વાતાવરણ ઉભુ કરે છે
ઢોરપાર્ટીના અધિકારીઓ ફકત ફરિયાદ નોંધાવીને જ કેમ પલાઠી વાળીને બેસી જાય છે? જયારે પણ ઢોર પકડવા સ્ટાફ દોડે છે ત્યારે તે વિસ્તારના ગોપાલકોને અગાઉથી જ બધી જાણ થઈ જતા ઢોરને દોડાવી દોડાવીને પોતાના ઢોરવાડે લઈ જાય છે તે અરસામાં કારમી ચિચિયારીઓ પાડીને દેકારા પડકારા કરતા ગોપાલકો પૂરઝડપે વાહનો ભગાવે છે. જેથી ભયભીત વાતાવરણમાં અનેક નિર્દોષ રાહદારી કે નાગરિકો ગભરાઈ જાય છે. આવા આતંકી કૃત્ય જેવુ કરતા માથાભારે ઍક જુથને જે કેમ ચોતરફથી ઘેરીને અટક કરાતી નથી? સરકારી કામગીરીમાં અવરોધ કરતી ઍક જુથની જ પહેલા અટક કર્યા બાદ ઢોરને પકડવાની કામગીરી હાથ ધરાય તો સચોટ પરિણામ આવે.
ગોરવાના ઈસાની કોમ્પેક્સ પાસેથી ૬ ઢોર પકડયા
ગોરવાના ઈસાની કોમ્પલેકસ પાસેથી તો ૬ ઢોરને પકડયા હતા. પોલીસ જાો હોવા છતાં ઢોર પાર્ટીની સરકારી કામમાં રૂકાવટ ગોપાલકોઍ કરી હતી. ઢોર છોડાવવા આવેલા માલિક કાભાઈ રબારી વિરુધ્ધ ગોરવા પોલીસ મથકે ગુનો નોંધાવાયો હતો. કાયદાની છટકબારીના તમામ લાભ લઈને ઢોર છોડાવ્યાના ગણતરીના કલાકોમાં જ ઢોર માલિક પરત જાહેરમાર્ગ પર ખુલ્લા છોડી મૂકીને કાયદાની ઐસી કી તૈસી કરતા જોવા મળે છે.