એ એક હકીકત છે કે છેલ્લા ઘણાં સમયથી દેશમાન મહિલાઓ ઉપર થતાં અત્યાચારના પ્રમાણમાં વધારો થયો છે. કડક કાયદા છતાં પરિસ્થિતિ સુધરવાને બદલે ઔર વકરી રહી છે જેના કારણે ભારત મહિલાઓ માટે દુનિયાનો સૌથી અસલામત દેશ બની ગયો છે. છેલ્લા થોડા વર્ષોમાં દેશની પરિસ્થિતિ ભારે ઝડપથી બગડી છે.
મહિલા સુરક્ષાના તમામ કાયદા છતાં દેશમાં મહિલાઓ વિરુધ્ધના અપરાધના મામલા વધી રહયા છે. નેશનલ ક્રાઇમ રેકોડ્સ બ્યુરોના આંકડા અનુસાર દર કલાકે સરેરાશ ચાર અને રોજના 106 બળાત્કારના બનાવો બને છે. જાણકારોના મતે આ આંકડો અનેક ગણો વધારે હોઇ શકે છે. મહિલા સંગઠનોનું કહેવું છે કે મહિલાઓની સલામતીના મામલે અગાઉ કરતા વધારે જાગૃતિ ફેલાઇ છે.
પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં ઘણાં ખરા મામલા પોલીસ સુધી પહોંચતા નથી. મહિલાઓ માટે માત્ર કાયદાકીય રીતે જ નહીં બલકે સામાજીક સ્તરે પણ બરોબરીનો દરજ્જો આપીને અને તેમની સાર્વજનિક સક્રિયતા વધારીને જ આવી વિકૃત માનસિકતાને ખતમ કરી શકાય છે. એમ કરીને જ આપણે એવા સમાજની રચના કરી શકીશું જેમાં કુંઠિત અને જડ માનસિકતા ધરાવતા લોકોને સ્થાન નહીં હોય.
પાલનપુર -મહેશ વી. વ્યાસ –આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.