ભારત પાકિસ્તાન ટી20 વર્લ્ડકપ ક્રિકેટ (Cricket) મેચમાં ટીમ ઇન્ડિયાના (Team India) ફાસ્ટ બોલર મોહમ્મદ શમી પાકિસ્તાન (Pakistan) સામે ભારતની (India) હાર બાદ સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલ થઈ રહ્યો છે. ભારતના પૂર્વ ઓપનર વીરેન્દ્ર સેહવાગ અને નેતા અસદુદ્દીન ઓવૈસીએ તેમનો બચાવ કર્યો છે. T20 વર્લ્ડ કપ 2021માં રવિવારે પાકિસ્તાને ભારતને 10 વિકેટે હરાવ્યું. ટીમ ઈન્ડિયાની આ કારમી હાર બાદ ઝડપી બોલર મોહમ્મદ શમીને સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. પ્રશંસકોએ શમી ઉપરાંત વિરાટ કોહલી અને અન્ય ખેલાડીઓ પર પણ નિશાન સાધ્યું છે. ભારતના પૂર્વ ઓપનર વીરેન્દ્ર સેહવાગે આ મામલે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું છે કે ભારતની હાર બાદ શમી પર વ્યક્તિગત ટિપ્પણીઓ આઘાતજનક છે. આ સાથે જ એઆઈએમઆઈએમ (AIMIM) ના નેતા અસદુદ્દીન ઓવૈસીએ (Asaduddin Owaisi) પણ શમીનો બચાવ કરતા ભારતીય જનતા પાર્ટી (BJP) પર નિશાન સાધ્યું છે.
ઓવૈસીએ શું કહ્યું?
ઓવૈસીએ કહ્યું, “ગઈકાલની મેચ બાદ સોશિયલ મીડિયા પર મોહમ્મદ શમીને નિશાન બનાવવામાં આવી રહ્યો છે. તે મુસ્લિમો વિરુદ્ધ નફરત દર્શાવે છે. ક્રિકેટમાં કાં તો તમે જીતો છો અથવા તમે હારો છો. ટીમમાં 11 ખેલાડી છે, પરંતુ માત્ર મુસ્લિમ ખેલાડીઓને જ નિશાન બનાવવામાં આવી રહ્યા છે. શું ભાજપ સરકાર તેની નિંદા કરશે?”
સેહવાગે શું કહ્યું?
સેહવાગે ટ્વીટ કર્યું, “મોહમ્મદ શમી પરનો ઓનલાઈન હુમલો ચોંકાવનારો છે અને અમે તેની સાથે ઉભા છીએ. તે ચેમ્પિયન છે અને કોઈપણ ખેલાડી જે ઈન્ડિયાની જર્સી પહેરે છે તેનામાં ઓનલાઈન ભીડ કરતા વધુ દેશભક્તિ હોય છે. શમી અમે તમારી સાથે છીએ. આગામી મેચમાં જલવો બતાવો દો. ”
ભારતની હાર પર કોંગ્રેસ નેતાએ કરી આવી ટ્વીટ, લોકોએ કહ્યું ‘એન્ટી નેશનલ’
કોંગ્રેસ પાર્ટીના નેશનલ મીડિયા કોઓર્ડિનેટર રાધિકા ખેરા (Radhika Khera) એ કરેલી એક ટ્વીટ પાર્ટી માટે મુસીબત બની ગઈ છે. સોશિયલ મીડિયા પર સતત રાધિકા ખેરાનું ટ્રોલિંગ થઈ રહ્યું છે. રાધિકાએ ટી20 વર્લ્ડ કપમાં ભારતની હાર પર કટાક્ષ કરતી ટ્વીટ કરી છે. આ ટ્વીટ દ્વારા તેમણે ભાજપ અને તેના સમર્થકોને પણ નિશાન બનાવવાની કોશિશ કરી છે. કોંગ્રેસના નેશનલ મીડિયા કોઓર્ડિનેટર રાધિકા ખેરાએ ટ્વીટમાં લખ્યું કે ‘કેમ ભક્તો? આવી ગયો સ્વાદ? કરાવી લીધી બેઈજ્જતી???’