Sports

શું છેલ્લી બે T20 રદ થશે? ભારત-વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓ આ મુશ્કેલીમાં ફસાયા

નવી દિલ્હી: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પાંચ મેચની T20 શ્રેણી ચાલી રહી છે. જણાવી દઈએ કે અગાઉની ત્રણ મેચ બાદ ટીમ ઈન્ડિયા 2-1થી આગળ છે. આ શ્રેણીની છેલ્લી બે મેચ હવે અમેરિકામાં યોજાવાની છે. પરંતુ ભારત તેમજ વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓ મુશ્કેલીમાં ફસાયા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અત્યાર સુધી ટીમ ઈન્ડિયાને વિઝા મળ્યા નથી. ભારત અને વેસ્ટ ઈન્ડિઝની ટીમો વિઝા સંબંધિત સમસ્યા માટે ગુયાના જશે કે જયાં અમેરિકન એમ્બેસી છે. ગયાના જઈ તમામ ખેલાડીઓ વિઝા મેળવવા માટેના પ્રયાસ કરશે.

  • ચોથી T20 6 ઓગસ્ટના રોજ અમેરિકામાં યોજાવાની છે
  • ભારત અને વેસ્ટ ઈન્ડિઝની ટીમો વિઝા સંબંધિત સમસ્યા માટે ગુયાના જશે
  • T20ની આ સીરીઝમાં વ્યવસ્થાને લઈને પણ ઘણી સમસ્યાઓ ઉભી થઈ: સૂત્રો

જણાવી દઈએ કે ચોથી T20 6 ઓગસ્ટના રોજ યોજાવાની છે. વેસ્ટ ઈન્ડિઝની ટીમને આશા છે કે આટલા સમયગાળામાં આવેલી આ સમસ્યા દૂર થઈ જશે. કારણ કે જો આમ નહીં થાય તો મેચ સ્થગિત અથવા રદ થવાની સ્થિતિ સર્જાઈ શકે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમેરિકામાં ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે આવું કરવામાં આવી રહ્યું છે. ભારત એક લોકપ્રિય ટીમ છે, તેથી ત્યાં મેચ થવાથી દર્શકોની સંખ્યા વધી શકે તેમ છે. પરંતુ પાંચ મેચોની શ્રેણીની છેલ્લી બે મેચોમાં અડચણ ઉભી થઈ છે. આ સમગ્ર મામલે વેસ્ટ ઈન્ડિઝ ટીમ દ્વારા કહેવામાં આવ્યું છે કે તમામ ખેલાડીઓની ગુયાનામાં બુધવાર માટે અપોઈન્ટમેન્ટ બુક થઈ ગઈ છે, તમામ ખેલાડીઓના પેપરો પણ તૈયાર છે. અમને પૂરી આશા છે કે વિઝા મળી જશે.

જણાવી દઈએ કે T20 સીરીઝની છેલ્લી બે મેચ 6 અને 7 ઓગસ્ટના રોજ અમેરિકામાં રમાવાની છે. જો ટીમ ઈન્ડિયાને વિઝા મળે છે, તો તેને ગુયાનાથી મિયામીની ફ્લાઈટ મળશે, જેમાં લગભગ 5 કલાકનો સમય લાગે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ સીરીઝમાં વ્યવસ્થાને લઈને પણ ઘણી સમસ્યાઓ ઉભી થઈ છે, કારણ કે પહેલા ટીમ ઈન્ડિયાનો સામાન સેન્ટ કિટ્સ સુધી પહોંચ્યો ન હતો, જેના કારણે બીજી અને ત્રીજી ટી-20 મેચ ખૂબ જ મોડી શરૂ થઈ હતી.

Most Popular

To Top