જેને તમે બધાએ ક્રિકેટનો ભગવાન ગણાવ્યો છે તે સચિનની કેટલીક ગાથાઓ પણ જાળવા જેવી છે. તેને ક્યારેય કોઈ ચેરિટી કાર્યક્રમ હાજરી આપી નથી જ્યાં મોટા ઉદ્યોગપતિની પાર્ટી હોય ત્યાં પહોંચી જાય છે. સચિનમાં સામાજિક પ્રતિબધ્ધતાનો ઘોર અભાવ છે. સચિનને મહાન બનાવવામાં ઘણા પ્રતિભાશાળી ખેલાડીઓ નો ભોગ લેવામાં આવ્યો છે. હકીકતમાં દેશ માટે રમતો આ ખેલાડી દેશ માટે ઓછો અને પોતાની અંગત ઉપલબ્ધિઓ માટે જ રમ્યો છે. ભાઈને રાજ્યસભામાં મોકલવામાં આવ્યા ત્યાં પણ હાજરી આપી નથી, રાજ્ય માટે થોડો સમય ફાળવવાને બદલ ફક્ત સરકારી પગાર અને સિક્યુરીટીને એન્જોય કર્યો છે. દુનિયાના નામી ખેલાડીઓ કોલ્ડ્રીક્સની જાહેરાત નથી કરતા કારણકે તે નુકશાનકારક છે.
જ્યારે આ ભાઈએ અંગત ધન રળી કાઢવા માટે બિન્દાસ કોલ્ડ્રીક્સ (પેપ્સી) ની જાહેરાત કરતા હતા અને તેમના જ ચાહકોને નૂકશાન કરી દીધુ છે. રમત ગમતના ખેલાડીઓને સામાન્યપણે ‘ભારત રત્ન’ અપાયા નથી. આ માટે અલગથી ઘણા સ્પોર્ટસને લગતા એવોર્ડ આપવા પડે પણ સચિન માટે ખાસ વ્યવસ્થા કરી નિયમોને ચાતરીને ‘ભારત રત્ન’ આપવામાં આવ્યો છે. પણ…. આ ક્રિકેટની ભારત સરકારશ્રી દ્વારા ઓફિશીયલી રમાડાતી નથી પરંતુ ભારતની પ્રાઈવેટ ક્રિકેટ કલબ દ્વારા રમાડવામાં આવતી રમત છે. છતાં પણ જો આ નિયમ ચાતરી સ્પોર્ટ પર્સનને ભારત રત્ન આપવો જ હતો તો સચિન પહેલા આના હકદાર જયપાલસિંહ મુંડા અને મેજર ધ્યાનચંદ હતા.
ભારત રત્ન માટેની મિનિમમ લાલકાંતની આસ-પાસ પણ જો આવતો નથી. દેશના કરોડો રૂપિયાની ટેક્સ ચોરી કરી વિદેશોમાં નાણાં છુપાવવા જે લોકોના નામ વચ્ચે ‘પનામા પેપર્સ’ આવ્યા હતા જેમાં સચિનનું નામ સામેલ છે. તેજ રીતે થોડા સમય પહેલા પૈંડોગ પેપર્સનો મામલો સામે આવ્યો છે કે જેમાં દેશમાંથી ટેક્સ ચોરી કરી નામી લોકો કરોડો રૂપિયા વિદેશમાં છૂપાવી રહ્યા છે તેમાં ફરી પાછું સચિનનું નામ આવ્યું છે. આ બાબત વિશ્વાસઘાતી અને દેશદ્રૌહીને લાગુ પડે છે. સારૂ થયું કે સચિને સ્વૈચ્છિક (કે દબાણથી) ક્રિકેટ સંન્યાસ લીધો તેણે હવે કેમ કોઈ ક્રિકેટનો ભગવાન તરીકે યાદ કરતું નથી ?
સુરત – પરેશ ભાટિયા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.