પલસાણા: (Palsana) અંકુરભાઇ દેસાઇ અને સુરત ડીસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશનના ધ્વારા ગુજરાતની સૌપ્રથમ મહિલા લીગ ક્રિકેટ ટી-૨૦ સિઝન ટુર્નામેન્ટ કોસ્માડા ગામ ખાતે અવીરા ક્રિકેટ (Cricket) ગ્રાઉન્ડ ૫૨ રમાઇ હતી. જેની ફાઇનલ મેચ ૧૦-૦૪-૨૦૨૩ ના રોજ બપોરે બે વાગ્યાથી લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમ પર રમાશે. ફાઇનલ મેચ મીરા ટાઇટન્સ અને નવજીવન સુપર ક્વીન્સ વચ્ચે યોજાનાર છે.
આ ટુર્નામેન્ટ દરમ્યાન મહિલા ક્રિકેટરોને પ્રોત્સાહન આપવા માટે ચોર્યાસી વિભાનસભાના ધારાસભ્ય સંદીપ દેસાઇ તેમજ સુરત મહાનગર પાલિકાના કમિશનર શાલીની અગ્રવાલ મેચ દરમિયાન લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમ ઉપર ઉપસ્થિત રહી મહિલાઓને પ્રોત્સાહન પુરુ પાડશે. આ સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન ડોક્ટર નૈમેશ અને અંકુર દેસાઇના માર્ગદર્શન હેઠળ કૌશલ દેસાઇ અને તુષાર દેસાઇ દ્વારા કરવામાં આવ્યુ હતું. આ ટુર્નામેન્ટમાં ગુજરાતની કુલ ૧૨૪ મહિલા ક્રિકેટરોએ રજીસ્ટ્રેશન કરાવ્યુ હતુ. અને તેમની ટોકન પધ્ધતિથી એક્શન યોજી ૬ ટીમ બનાવવામાં આવી હતી. ટુર્નામેન્ટની શરૂઆત ગત તારીખ ૨૮ માર્ચના રોજ શરૂ કરવામાં આવી હતી. તેમજ સુરત ડીસ્ટ્રીક્ટ બહારની ૩૫ જેટલી મહિલા પ્લેયર્સને રહેવાની, ભોજનની અને ટ્રાન્સર્પોટેશનની સુવિધા વિનામુલ્યે પુરી પાડવામાં આવી હતી. આ ટુર્નામેન્ટમાં ક્રિકેટરોને પોત્સાહન આપવા માટે પીઇપીએલના ચેરમેન રવિન્દ્રભાઇ આર્યા, કુજબીહારી સુલતાનીયા અને સુભાષ પાટોડીયાએ ભારે જહેમત ઉઠાવી હતી.