Sports

IPL 2023 પહેલા આ ટીમે અચાનક બદલ્યો કેપ્ટન, જાણો કોને મળી હવે કમાન

IPL 2023 હવે ખૂબ જ નજીક છે. તેને શરૂ થવામાં માત્ર દસ દિવસ બાકી છે. પ્રથમ મેચ 31 માર્ચે અમદાવાદના (Ahmedabad) નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં (Stadium) રમાશે. ટીમોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે અને કેમ્પ પણ શરૂ કરી દીધા છે. દરમ્યાન મળતા સમાચાર મુજબ આગામી સિઝનમાં SRHનો કેપ્ટન એઈડન માર્કરમ (Aiden Markram) હશે. સનરાઈઝર્સ હૈદરાબાદે એડન માર્કરમને બીજી મોટી જવાબદારી સોંપી છે. આ પહેલા કેન વિલિયમ્સન ટીમની કમાન સંભાળી રહ્યો હતો, પરંતુ જ્યારે ટીમની છેલ્લી સિઝન સારી રહી ન હતી ત્યારે તેને ન માત્ર કેપ્ટન (Captain) પદ પરથી હટાવી દેવામાં આવ્યો હતો પરંતુ ટીમમાંથી પણ બહાર કરી દેવામાં આવ્યો હતો. આ પછી કેન વિલિયમસન ફરી હરાજીમાં આવ્યો અને ગુજરાત ટાઇટન્સે તેને સૌથી વધુ બોલી લગાવીને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો.

જણાવી દઈએ કે આઈપીએલ સીઝનને લઈને લોકોમાં ભારે ઉત્સાહ છે. ખાસ કરીને અમદાવાદમાં લોકો નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર ટિકીટ માટે પડાપડી કરી રહ્યાં છે. ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ સીરીઝ રમી રહેલા ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ચેન્નાઈમાં છે. 22 માર્ચે સીરીઝ ખતમ થતાની સાથે જ તમામ ખેલાડીઓ પોતપોતાની ટીમ સાથે જોડાઈ જશે. સનરાઇઝર્સ હૈદરાબાદે તેમના કેપ્ટનની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે એઇડન માર્કરમ આગામી સિઝન માટે તેમનો કેપ્ટન રહેશે.

હાલમાં દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે વનડે શ્રેણી રમાઈ રહી છે. આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝ વિરૂદ્ધ દક્ષિણ આફ્રિકાની ટીમની કેપ્ટનશીપ એઈડન માર્કરમ કરી રહ્યો છે. દક્ષિણ આફ્રિકાની ટીમની કમાન ટેમ્બા બાવુમાના હાથમાં હતી પરંતુ અચાનક ટીમના કેપ્ટનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આઈપીએલમાં સનરાઈઝ હૈદરાબાદનો એડન માર્કરમ હવે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પણ પોતાની ટીમનું નેતૃત્વ કરતો જોવા મળી રહ્યો છે. જો કે કહેવાય છે કે ટેમ્બા બાવુમા સંપૂર્ણ રીતે ફિટ ન હોવાને કારણે તેને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આજે છેલ્લી વન-ડે મેચ રમાઈ રહી છે. જેમાં એડન માર્કરમ કેપ્ટનશીપ કરી રહ્યા છે. ત્રણ વનડે શ્રેણીની પ્રથમ મેચ વરસાદને કારણે રદ્દ કરવામાં આવી હતી અને વેસ્ટ ઈન્ડિઝે બીજી મેચ 48 રને જીતી હતી. જ્યારે દક્ષિણ આફ્રિકાની ટીમ એઇડન માર્કરમની કપ્તાનીમાં મેદાનમાં ઉતરી ત્યારે તેણે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આટલું જ નહીં સિરીઝને બરાબરી પર લાવવા માટે કેપ્ટન એડન માર્કરામે ટીમમાં ચાર ફેરફાર કર્યા છે.

Most Popular

To Top