Sports

ભારતે ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત જીત સાથે કરી: બાંગ્લાદેશને 6 વિકેટે હરાવ્યું

ભારતે ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત વિજય સાથે કરી છે. ગુરુવારે દુબઈમાં ટીમ ઇન્ડિયાએ બાંગ્લાદેશને 6 વિકેટથી હરાવ્યું. બાંગ્લાદેશે પ્રથમ બેટિંગ કરતા 228 રન બનાવ્યા હતા. ભારતે 46.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કર્યું હતું. શુભમન ગિલે શતક બનાવ્યું હતું જ્યારે મોહમ્મદ શમીએ પાંચ વિકેટ લીધી હતી.

બીજા દાવમાં રમતા ભારત તરફથી શુભમન ગિલે સદી ફટકારી હતી. આ તેની ICC ટુર્નામેન્ટમાં પહેલી સદી છે. રોહિત શર્માએ 41, કેએલ રાહુલે 38 અને વિરાટ કોહલીએ 22 રન બનાવ્યા હતા. મોહમ્મદ શમીએ 5 વિકેટ, હર્ષિત રાણાએ 3 વિકેટ અને અક્ષર પટેલે 2 વિકેટ લીધી. બાંગ્લાદેશ તરફથી તૌહીદ હૃદયોએ સદી ફટકારી હતી. રોહિત શર્માએ વનડેમાં 11000 રન પૂરા કર્યા હતા.

શુભમન ગિલે 46મી ઓવરના બીજા બોલ પર સિંગલ લીધો હતો. આ સાથે તેણે પોતાની 8મી ODI સદી પણ પૂર્ણ કરી હતી. શુભમને ઇંગ્લેન્ડ સામેની છેલ્લી વનડેમાં પણ સદી ફટકારી હતી. તેણે છેલ્લી 4 વનડેમાં 4 ફિફ્ટી પ્લસ સ્કોર બનાવ્યા છે. શુભમન તેની બીજી ICC ટુર્નામેન્ટ રમી રહ્યો છે. આમાં તેણે પોતાની પહેલી સદી ફટકારી છે. આ પહેલા તે 2023 ના ODI વર્લ્ડ કપમાં સદી ફટકારી શક્યો ન હતો.

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની પોતાની પહેલી મેચમાં ભારતીય ટીમે બાંગ્લાદેશને 6 વિકેટથી હરાવ્યું. આ મેચ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ હતી, જેમાં બાંગ્લાદેશ ટીમના કેપ્ટન નઝમુલ હુસૈન શાંતોએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બાંગ્લાદેશે ભારતને 229 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. બાંગ્લાદેશની આખી ટીમ 228 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. બાંગ્લાદેશ તરફથી જાકર અલીએ 68 રન બનાવ્યા જ્યારે તૌહીદ હૃદોયે 100 રન બનાવ્યા હતા. બોલિંગની વાત કરીએ તો ભારત તરફથી મોહમ્મદ શમીએ 5 વિકેટ, હર્ષિત રાણાએ 3 અને અક્ષર પટેલે 2 વિકેટ લીધી હતી.

Most Popular

To Top