Sports

બાબર આઝમે વન ડેમાં સૌથી ઝડપી 5000 રન પુરા કરવાનો રેકોર્ડ બનાવ્યો

કરાચી: પાકિસ્તાનના કેપ્ટન (Pakistan Captain) બાબર આઝમે (Babar Azam) શુક્રવારે અહીં ન્યૂઝીલેન્ડ સામેની ચોથી વન ડેમાં પોતાની વન ડે ઇન્ટરનેશનલ કેરિયરના 5000 રન પુરા કરીને એક નવો રેકોર્ડ બનાવ્યો હતો. તેણે 97 વન ડેમાં 5000 રન પુરા કરીને સૌથી ઝડપી 5000 રન પુરા કરવાનો દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન હાશિમ અમલાનો રેકોર્ડ તોડ્યો હતો. અમલાએ 101 વન ડેમાં આ આંકડો પુરો કર્યો હતો જ્યારે બાબરે 97 વન ડેમાં જ આ આંકડો પાર કરી લીધો છે. ભારતનો વિરાટ કોહલી અને વેસ્ટઇન્ડિઝના વિવિયન રિચાર્ડસ 114 ઇનિંગ્સ સાથે સંયુક્ત ત્રીજા ક્રમે છે, જ્યારે ડેવિડ વોર્નર 115 ઇનિંગ સાથે ચોથા ક્રમે છે.

  • વન ડેમાં સૌથી ઝડપી 5000 રન પુરા કરનારા ખેલાડીઓ
  • ખેલાડી દેશ ઇનિંગ્સ
  • બાબર આઝમ પાકિસ્તાન 97
  • હાશિમ અમલા દ.આફ્રિકા 101
  • વિવિયન રિચાર્ડસ વેસ્ટઇન્ડિઝ 114
  • વિરાટ કોહલી ભારત 114
  • ડેવિડ વોર્નર ઓસ્ટ્રેલિયા 115

ઘાયલ કેએલ રાહુલે પોતાને WTC ફાઈનલમાંથી આઉટ ગણાવ્યો : સાથળની સર્જરી કરાવશે
નવી દિલ્હી: ભારતના ટોપ ઓર્ડરના બેટ્સમેન કેએલ રાહુલે જાતે જ પોતાને ઓસ્ટ્રેલિયા સામે રમાનારી આગામી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાંથી આઉટ ગણાવ્યો હતો અને હવે તે પોતાની મેડિકલ ટીમની સલાહને અનુસરીને પોતાની સાથળની સર્જરી કરાવશે. આઈપીએલમાં લખનઉ સુપર જાયન્ટ્સના કેપ્ટન રાહુલને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચમાં ઈજા થઈ હતી અને હવે તે આ ઇજાને કારણે અચોક્કસ સમય માટે આઉટ થઇ ગયો છે.

ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયા સામે ડબલ્યુટીસીની ફાઇનલ 7 જૂનથી લંડનના ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે અને તેમાં રાહુલ ઉપરાંત જસપ્રીત બુમરાહ, શ્રેયસ અય્યર અને ઋષભ પંત પણ ઇજાને કારણે રમવાના નથી. રાહુલે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક નિવેદન અપલોડ કરતાં લખ્યું હતું કે હું ખરેખર નિરાશ છું કે આવતા મહિને હું ઓવલમાં ટીમ ઇન્ડિયાની સાથે રહી શકીશ નહીં. હું મારા દેશને મદદ કરવા અને ટીમમાં પાછો ફરવા માટે મારાથી જે બનશે તે કરીશ. તે હંમેશાથી મારી પ્રાથમિકતા રહેશે. ઇજા કદી સરળ નથી હોતી. મારુ સમર્થન કરનારા તમામનો હું આભાર માનું છું.
તેણે કહ્યું હતું કે મેડિકલ ટીમ સાથેની સલાહ મસલત પછી હું એવા નિર્ણય પર પહોંચ્યો છું કે ટૂંકમાં જ હું સાથળની સર્જરી કરાવીશ. આગામી અઠવાડિયાઓમાં મારું સંપૂર્ણ ધ્યાન રિહેબિલિટેશન અને રિકવરી પર રહેશે. મારા માટે આ નિર્ણય કરવો મુશ્કેલ હતો પણ આ ઇજામાંથી બહાર આવવા માટે તે જરૂરી છે. ડબલ્યુટીસી ફાઈનલમાંથી રાહુલ બહાર થવાથી ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ટીમ ઈન્ડિયાએ ટૂંક સમયમાં રાહુલના રિપ્લેસમેન્ટની જાહેરાત કરવી પડશે.

Most Popular

To Top